અમદાવાદ : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા આ ગ્રુપમાં આવકવેરા વિભાગના દરોડાના ત્રીજા દિવસે પ્રેસ રિલિઝ કરવામાં આવી હતી. મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટર સાતે જોડાયેલા આ ગ્રુપમાં આવકવેરા વિભાગના દરોડાના ત્રીજા દિવસે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં આવકવેરા વિભાગે કરોડોનો દલ્લો મળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા ગ્રુપના 20 જેટલા સ્થળો પર દરોડા પડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકે માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને જે હેવાનિયત કરી તે ખુબ જ ચોંકાવનારી


IT વિભાગ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં માહિતી અપાઇ હતી કે, દરોડા દરમિયાન દસ્તાવેજો, ડિજિટલ પુરાવાઓ તથા કોમ્પ્યુટર અને પેનડ્રાઇવમાં રહેલા 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા હતા. ગ્રુપ દ્વારા 500 કરોડ TDR માં કેશમાં લીધાની 350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં તથા 150 કરોડ કેશ લોન પેટે લેવાયા હોવાની શંકાઆવકવેરા વિભાગને છે. વિભાગ દ્વારા અલગ અળગ 14 બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2.70 કરોડના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. 


SURAT: મકાન માલિક જાગી ગયો અને ચોરોએ તેની હત્યા કરી નાખી અને ચોરી પણ કરી


અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેક્સના 125 જેટલા અધિકારીઓ અને 70 થી 80 પોલીસ કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાયા હતા. આ ઉપરાંત અન્ય બે બ્રોકર્સને ત્યાં પણ આઇટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટા સંખ્યામાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. આટલા મોટા વ્યવહારો મળી આવતા ચકચાર મચી ગઇ છે. આઇટી વિભાગને પણ આટલા મોટાવ્યવહારો પકડાવાની આશંકા નહોતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube