ઝી બ્યુરો/ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કૂદકેને ભૂસકે વધતા કેસોમાં આજે સૌથી મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આજે અમદાવાદમાં 219 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1529  પહોંચ્યો છે. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે સૌથી ખાસ વાત એ છે કે કોરોનાથી આજે બે મોત નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.02 ટકા નોધાયો છે. જ્યારે અમદાવાદ અને કચ્છમાં એક એક વ્યક્તિનું મોત નોંધાયું છે.


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કુલ 1529 એક્ટિવ કેસ છે, જેમાંથી 07 દર્દીઓ વેન્ટીલેન્ટર પર છે. અને 1522 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 1267581 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. અને 11050 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.


અમદાવાદમાં 220 કેસ નોંધાયા
અમદાવાદ કોર્પોરેશનમાં 219 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન 28, સુરત કોર્પોરેશન 25, મોરબી 18, અમરેલી 15, મહેસાણા 12, રાજકોટ 12, વડોદરા 11, સાબરકાંઠા 9, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશન 6, વલસાડ 5, ભરૂચ 3, જામનગર કોર્પોરેશન 3, નવસારી 3, આણંદ 2, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, અમદાવાદ 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દોહાદ 1, ગીર સોમનાથ 1, કચ્છ 1, પંચમહાલ 1, પોરબંદર 1 એમ કુલ 402 કેસ નોધાયા છે.