Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 41 કેસ, મૃત્યુ 0, રિકવરી રેટ 98 ટકાને પાર
ગુજરાતને હવે કોરોના સામે રાહત મળી રહી છે. નવા કેસ અને મૃત્યુ આંક બંનેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 41 કેસ નોંધાયા છે. તો આ દરમયિાન 71 દર્દીઓ સાજા થયા છે. સૌથી રાહતની વાત છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 24 હજાર 346 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 74 લોકોના મૃત્યુ થયા છે.
મંગળવાર કરતા કેસમાં વધારો
ગુજરાતમાં મંગળવારે કોરોનાના 31 કેસ નોંધાયા હતા. પરંતુ આજે ફરી 41 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં સતત કોરોના કેસમાં ઘટાડા બાદ વધારો જોવા મળ્યો છે. મંગળવાર કરતા બુધવારે 10 નવા કેસ વધી ગયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 9 કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરા શહેરમાં 6, સુરત શહેરમાં 5, રાજકોટ શહેરમાં 3, ભરૂચ, દ્વારકા, નવસારી, વલસાદમાં બે-બે કેસ નોંધાયા છે. તો આણંદ, ભાવનગર શહેર, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, જુનાગઢ ગ્રામ્ય, ખેડા, મહેસાણા અને વડોદરા ગ્રામ્યમાં એક-એક કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 698 છે, જેમાંથી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 13 હજાર 583 દર્દીઓ સાજા થયા છે. તો કોરોનાને લીધા 10 હજાર 74 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.69 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube