Corona Update: રાજ્યમાં ફરી વધી રહ્યાં છે કોરોનાના કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસમાં ફરી વધારો થયો છે. હવે દરરોજ 50થી વધુ નવા કેસ નોંધાય રહ્યાં છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 53 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 8 લાખ 28 હજાર 299 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે રાજ્યમાં 10100 લોકોના નિધન થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 13 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7, સુરત શહેરમાં 6, નવસારીમાં 4, કચ્છમાં 3, આણંદ, જામનગર અને જામનગર શહેરમાં 2-2, ભરૂચ, ભાવનગર, ખેડા, પંચમહાલ, રાજકોટ અને વલસાદમાં એક-એક કેસ નોંધાયો છે.
આ પણ વાંચોઃ પેપર લીક કાંડઃ માત્ર હેડ ક્લાર્ક જ નહીં અત્યાર સુધી આ પરીક્ષાના પેપર થઈ ચુક્યા છે લીક
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 છે. જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી 817644 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે 10100 લોકોના અત્યાર સુધી નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.71 ટકા છે.
રાજ્યમાં રસીકરણની સ્થિતિ
કોરોના સામે રક્ષણ મેળવવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધી 3 લાખ 31 હજાર 226 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 8 કરોડ 58 લાખ 66 હજાર 425 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube