ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેમના પરિવારજનો સહિત સમગ્ર શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસે પણ ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો છે અને ગુજરાતના મહાનગરોમાં રોડ અકસ્માતોને લઈને અનેક સવાલો કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીઓમાં કોને લાગી લોટરી?પાલિકામા ભાજપે કોના પર મૂક્યો ભરોસો


છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં રોડ અકસ્માતથી મૃત્યુઆંક 18 હજારને પાર થયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 18287 લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યા છે, ત્યારે NCRB ના આંકડાઓનો હવાલો આપી કોંગ્રેસે રોડ સેફ્ટી પર અનેક સવાલ ઉઠાવ્યા છે. ત્રણ વર્ષમાં સૌથી વધુ સુરતમાં 6760 લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતે 5495 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટમાં 3934 લોકોએ અને વડોદરામાં 2098 લોકોએ ત્રણ વર્ષમાં જીવ ગુમાવ્યા છે.


અમારા ઘરનો દીવો ઓલવી નાખ્યો, આ પાપીને ફાંસી થવી જોઈએ! દીકરો પોક મૂકી રડી પડ્યો!


ગત વર્ષે ગુજરાતના નેશનલ હાઇવે પર ઓવરસ્પીડથી 1991 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી એક્ટ 2018 ના નિયમોનું પાલન કરાવવા પાર્થિવરાજસિંહે માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ઓવર સ્પીડના કારણે ગુજરાતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. રોડ સેફટીમાં માત્ર પ્રાયમરી નહીં, પરંતુ હાયર એજ્યુકેશનને પણ સમાવવામાં આવે. ગુજરાતમાં ખાડા અને અચાનક બમ્પના કારણે અકસ્માત થતા હોવાનો ખુલાસો થયો છે. દરેક રોડ પર સ્પીડ નિયંત્રણના નિયમો છે પરંતુ પાલન કરાવવામાં આવતું નથી. ઓવર સ્પીડ માટે દંડ વસૂલવાનું સરકાર શરૂ કરે. સ્પીડ કેમેરા અને પોઈન્ટ ટુ પોઈન્ટ કેમેરા લગાવવા માંગ કરી છે.


મોટા સમાચાર! વિપુલ ચૌધરીને સેસન્સ કોર્ટે આપી મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય


ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત બાદ કોંગ્રેસે જણાવ્યું કે, રાજ્ય સરકાર રોડ સેફ્ટીની વાતો કરતી હોય છે. કેટલાક ncrb ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના નેશનલ હાઇવે પર ઓવર સ્પીડીગના લીધે 2022માં 1600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે તો પણ સરકાર કોઈ કડક પગલાં લેવાનું વિચારી નથી રહી.


ભૂપેન્દ્ર પટેલ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ, 15 મહિનામા જ PM મોદીના સપનાને કર્યું પૂર્ણ


ગુજરાત રોડ સેફ્ટીમાં ફક્ત પ્રાયમરી વિભાગને જોડવામાં આવે છે. 18 વર્ષના લોકો લાયસન્સ મેળવે તે લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન સરકારે ચલાવવા જોઈએ. કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે રોડ સેફ્ટી એક્ટની જોગવાઈ મુજબ કામ કરવાની જરૂરિયાત છે.


અંબાલાલની ઘાતક આગાહી, આ તારીખે આવશે વરસાદનું બીજું વહન, જળબંબાકાર થશે ગુજરાત