વડોદરાઃ  વરસાદ હોય તો પૂર આવે એ સામાન્ય બાબત છે.. એમાં કોઈ સવાલ નથી,, પરંતુ, વારંવાર આખું શહેર ડૂબતું હોય અને એ છતાં પણ કોઈ શીખ ન લેવી એના પર જરૂરથી સવાલ ઉઠવા જોઈએ.. આજે અમારે તમને વડોદરામાં આ વર્ષે પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ચિતાર આપવો છે.. શું તમે જાણો છો કે આ વર્ષે વડોદરા શહેર ચોથી વખત પાણીમાં ડૂબી ગયું છે.. છેલ્લાં બે મહિનામાં વડોદરાવાસીઓ માથે ચોથી આફત આવી.. આખરે કેમ વારંવાર વડોદરા ડૂબવા માટે મજબૂર થાય છે.. જુઓ આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદ તો રહી ગયો છે પરંતુ, વડોદરાવાસીઓએ આ આફતનો સામનો કદાચ શહેરની હયાતિ સુધી કરવો પડશે. જી હાં, વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.. વારંવાર સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાય છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. ધરોહર તરીકે વારસામાં મળેલી વિશ્વામિત્રી નદી અહીંની જનતા માટે જ શ્રાપ બની છે અને એ શ્રાપનું કારણ વડોદરાનું વહીવટી તંત્ર..


વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે.. કાલાઘોડા બ્રિજ પાસે જળ સપાટીમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ છે.. ઉપરવાસમાં અને વડોદરામાં છેલ્લાં કેટલાંય કલાકોથી વરસાદ ન પડતાં સપાટીમાં ઘટાડો થયો છે.. સપાટી ઘટતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરવા લાગ્યા છે.. 


શું નવરાત્રિમાં વરસાદ બનશે વિલન? ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદી માહોલ, આવી છે આગાહી


વડોદરાવાસીઓએ હવે તંત્ર અને સરકારની આશા રાખવાનું છોડી દીધું છે એનો પુરાવો આ દ્રશ્યો છે.. સમા સાવલી બ્રિજ ઉપર બંને તરફ કારો પાર્ક કરી દેવામાં આવી છે.. વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને પોતાના વાહનો બચાવવા માટે બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે..


વડોદરા શહેરમાં ત્રીજી વખત પૂર આવતા ગરબાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાય ચૂક્યા છે.. નવરાત્રિને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે એવામાં ગરબા ગ્રાઉન્ડની આ પરિસ્થિતિના કારણે આયોજકો ચિંતામાં મૂકાયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાકમાં વિવિધ આશ્રયસ્થાનો તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 2000 નંગ ફૂડ પેકેટ તેમજ સુકા નાસ્તાની અને પીવાના પાણીની આગોતરા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંરિત કરવા માટે ચારેય ઝોનમાં મળી કુલ 30 સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે..