અમદાવાદ : કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 3.25 લાખ વિદ્યાર્થીઓને 1500 રૂપિયા ચુકવવામાં આવશે. રાજ્યની આશ્રમશાળા, સમરસ હોસ્ટેલ અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે જઇ ચુક્યા છે. રાજ્ય સરકારે એપ્રીલ મહિનાના ખર્ચ પેટે 1500 રૂપિયા ચુકવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ તેમના વાલીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કહેર લોકોની ધીરજ એકમાત્ર ઉપાય: સુરતમાં સૌથી વધારે 4300 લોકો હોમ કોરોન્ટાઇન
રાજ્યના દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા, અભ્યાસ કરતા અને હાલ લોકડાઉનની સ્થિતીને જોતા ઘરે પરત ફરી ચુકેલા 11 હજાર દિવ્યાંગ બાળકોને સહાય કરવામાં આવશે. અંદાજે રાજ્યનાં 11 હજાર જેટલા દિવ્યાંગ બાળકો છે. આ સિવાય જે વિદ્યાર્થીઓ બાળ સંભાળ ગૃહમાં રહે છે. તેમને પણ આ પ્રમાણે 1500 રૂપિયાની સહાય પુરી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હાલમાં રાજ્યનાં દરેક નાગરિકને શક્ય તેટલી ઓછી સમસ્યા થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube