મૌલિક ધામેચા/અમદાવાદ : મણિનગરમાં પત્નીની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી પતિ અને પ્રેમિકા સહિત અન્ય એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોતાની ભાભીના પ્રેમમાં પાગલ પતિએ પત્નીનો કાંટો કાઢી નાખવાનો કારસો રચ્યો હતો. પરંતુ પત્નીનો આબાદ બચાવ થયોને પતિને પોલીસે ઝડપી પાડ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ગિરફતમાં આવેલા ત્રણેય આરોપીઓમાં આરોપી અમિત ઠાકોરને પોતાના માસીના દીકરાની પત્ની આરોપી દક્ષા ઠાકોર સાથે આંખ મળી ગઈ હતી. અમિત-દક્ષા એક બીજાના પ્રેમમાં એટલા ગળાડુબ થઇ ગયા કે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારવા પ્લાન ઘડી નાખ્યો હતો. બાદમાં આરોપી અમિતની પત્ની ભાવના કાંટારૂપ લાગવા લાગી જેને લઈ અમિત અને ભાવના ફિલ્મ જોવા માટે માટેનું નક્કી કર્યું હતું.


કોંગ્રેસના 3 MLAને દિલ્હીનું તેડું, લોકસભાની ટીકિટને લઇને રાહુલ ગાંધી સાથે મુલાકાત


આરોપીએ પોતાની પત્નીને મારી નાખવાની યોજના મુજબ પોતાની કારમાં પત્નીને બેસાડીને નાસ્તો લેવા ઉતર્યો તે દરમ્યાન આરોપી દેસરાજ સીંગ રામરાજ સીંગે અમિતની પત્ની ભાવનાના મોઢું દબાવીને ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યો હતો. આરોપી અમિત વ્યવસાયે સળિયાની દુકાન ધરાવે છે. અને તેનો માલ સમાન ઉતારનાર આરોપીના ડ્રાઇવર સૂરજ ઉર્ફે સુખાને અમિતે પોતાની પત્ની માર નાખવાનો પ્લાન અમિતે જ કર્યો હતો.


અમદાવાદ: વિજય સંકલ્પ સંમેલનમાં યોગી આદિત્યનાથના રાહુલ ગાંધી પર પ્રહાર

જેમાં સુખાને સારી રકમ મળવાની આશાએ સુખાએ દેસરાજ સિંગને વાત કરીને ભાવનાને મારી નાખવાનું નક્કી કર્યું હતું. આ માટે અમિતે પેહલા 10 હજાર રૂપિયા પણ આપ્યા અને પાછળથી વધુ રકમ આપવાનું કહીને ભાવનાનું કામ તમામ કરી નાખવાનું કહ્યું હતું. જયારે આરોપી દેસરાજે ભાવનાને ઘા માર્યો ત્યારે લોહી નીકળતા લોકો ભેગા થઇ ગયા અને અમિત જ ભાવનાને દવાખાને લઈ જવામાં આવતા ભાવના ઠાકોરનો આબાદ બચાવ થયો હતો.


વડોદરા: વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી બોગસ વિઝા બનાવાનું કરોડોનું કૌભાંડ


અગાઉ પણ આરોપીઓ ભાવનાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં પણ ભાવનાનો સદનસીબે બચાવ થયો હતો. હાલતો પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે પરણિત હોવા છતાં અમિતની પોતાની ભાભી સાથે લગ્ન કરવાની મહેચ્છા અધૂરી રહ્યી છે. અને પ્રેમિકા દક્ષા સાથે અમિતને પણ હાલ જેલ જવાનો વારો આવ્યો છે.