મૌલિક ધામેચા/અમદાવાદ: પતિ પત્ની વચ્ચેનાં અણબનાવોથી છુટાછેડાનાં ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા કે જોયા હશે. પરંતુ આ વખતે પતિ પત્ની વચ્ચે તકરારનું કારણ PUBG ગેમ બની છે. અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં PUBG ગેમનાં કારણે છૂટાછેડા લેવા ઇચ્છતી યુવતીનો પ્રથમ એવો કિસ્સો ગુજરાતનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આધારે એક 19 વર્ષીય યુવતીએ પોતાના પરિવાર અને બાળકનું ન વિચારી  PUBG ગેમ રમવા માટે પોતાના પતિથી છૂટાછેડા માગી લીધા છે. સાંભળીને કદાચ નવાઈ લાગશે કે શું PUBG ગેમથી કોઈ આટલું એડીક્ટ હોઈ શકે? અમદાવાદના પ્રતિષ્ઠિત પરિવારની યુવતીની માગ એટલી હતી કે તેને બસ PUBG ગેમ રમવા દો.


રાજ્યની પોલીસમાં મોટી ’ઘટ’ છતા ભરતી નથી થઇ રહી, અધિકારીઓ ‘ડબલ ડ્યુટી’ કરવા મજબૂર


યુવતીએ 18 વર્ષની વયે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કર્યા ત્યારે પણ તે ગેમ રમતી હતી. તેણીએ એક બાળકને પણ જન્મ આપ્યો ત્યારપછી પણ  PUBG ગેમનું ભૂત મનમાં સવાર એવું થયું કે તેના પતિ સાથે ઝઘડો થયો હતો. તે પછી તે તેના પિતાના ઘરે આવી ગઈ અને પરિવારને કહ્યું કે, તે પોતાના પતિને છોડીને એક છોકરા સાથે રહેવા માંગે છે. કારણ કે તે સારી PUBG ગેમ રમે છે. જેથી તેની સાથે રહેવા માંગે છે. તે જ સમયે, પિતાએ છૂટાછેડા લેવાના આ નિર્ણયનો વિરોધ કર્યો અને માતા પિતાએ વુમન હેલ્પલાઇન મદદ માંગી હતી.


ખાતર કૌભાંડની જેમ નકલી બિયારણ મુદ્દે જનતા રેડ કરશે કોંગ્રેસ: મનીષ દોશી


બાદમાં વુમન હેલ્પલાઇન અભયમ 181ના સલાહકાર સોનલ સાગથિયાએ  યુવતીનું  4 કલાક કાઉન્સીલીંગ કર્યું કાઉન્સેલરે યુવતીને તેના નિર્ણય પર વિચાર કરવાની સલાહ આપી છે. ઉપરાંત રમતના વ્યસથી બહાર આવવા માટે મનોચિકિત્સકની સલાહ લેવા આપી હતી.


અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ



હવે આ યુવતી એ એ વાતનો સ્વીકાર કરતા ખાતરી આપી છે કે, પોતાને એક તક આપવામાં આવે પરિવાર સાથે સમય વિતાવશે પરંતુ તે પહેલા યુવતીએ પોતાનો મોબાઈલ આપી દેવા શરત મૂકી હતી. મહત્વપૂર્ણ છે કે, ભારતમાં PUBG ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ લાંબા સમયથી વધી રહી છે. પજજી રમવાને લીધે લોકો મૃત્યુ પામ્યા તેવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.