Loksabha Election 2024: ચૂંટણીના માહોલ વચ્ચે કડી નગરપાલિકાના પ્રમુખની વરણીને લઈ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે (સોમવાર) કડીમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ચેતવણી આપી હતી. નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢીને કડીના ધારાસભ્ય કરશન સોંલંકી પર આડકતરો પ્રહાર કર્યો હતો. જેની સામે આજે કરશન સોલંકીએ વળતી પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરશન સોલંકીએ પણ બળાપો કાઢ્યો
કડી પાલિકાના કાર્યક્રમમાં જાણે ભાજપનો જૂથવાદ સામે આવ્યો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. કડીમાં નીતિન પટેલ vs કરશન સોલંકી સામસામે આવી ગયા છે. કડી ધારાસભ્ય કરશન સોલંકીએ પણ બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે, નીતિન પટેલ મને બોલાવતા નથી. બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. બે જૂથ પડ્યા એવું મને દેખાતું નથી, એવું હોય તો નીતિનભાઈ જાણે...નીતિનભાઈ જાણતા હોય બે જૂથ પડ્યા તો એમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી. અમે તો રજૂઆત કરી હતી કે પાલિકામાં બેન ચાલે જ નહીં પ્રમુખમાં. મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો. 


'નગરપાલિકામાં નીતિનભાઈએ નહીં ભાજપ સરકારે કામ કર્યા'
કરશન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ શિખામણ ભલે આપતા પણ હું શીખી બેઠેલો છું બધું. 1985થી ભાજપમાં છું અને ભાજપમાં રહેવાનો છું. નીતિનભાઈ બોલે છે મેં કર્યું, મેં કર્યું પણ ભાજપની સરકારે બધું કર્યું છે. નગરપાલિકામાં જે કર્યું એ સરકારે કર્યું છે. હું તો નીતિનભાઇને પગે લાગું છું, પણ સાહેબ સામું પણ જોતા નથી. 


કડી ન.પા.ના પ્રમુખની ચૂંટણીને લઈ સંબંધોમાં કડવાશ
સાહેબ અમારી સામે ના જોવે તો અમે એમને બોલાવવાનું બંધ કર્યું, નથી બોલાવતા અમે. નગરપાલિકાની રજૂઆત કરી ત્યારના બે મહિનાથી બોલાવતા નથી. પાલિકાના પ્રમુખની ચૂંટણી દરમ્યાન રજૂઆત કરી ત્યારના નીતિનભાઈ રિસાઈ ગયાં છે. મને નીતિનભાઈ એ જ ટિકિટ અપાયેલી છે, પણ અમારી સામું પણ ના જુએ એટલે બોલાવવાના બંધ કર્યું.


કડીમાં ભાજપનો જૂથવાદ? 
કડી પાલિકાના કાર્યક્રમમાં જાણે ભાજપનો જૂથવાદ સામે આવ્યો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે પોતાના વિરોધીઓ સામે બળાપો ઠાલવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વિરોધીઓને જવાબ આપતા જણાવ્યું હતું કે, ચુંટણીમાં મેં કહ્યું ભરતને મદદ કરો, ત્યારે મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાંઈ તમને ખબર નથી. તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો? 


મંગળવારે નીતિન પટેલે કાઢ્યો હતો બળાપો
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે બળાપો કાઢ્યો હતો. સામાન્ય રીતે નીતિન પટેલે જાહેર મંચ પરથી એકદમ બિદાસ્ત થઈને વિરોધીઓને મૂંહતોડ જવાબ આપતા અનેકવાર આપણે જોયા છે, ત્યારે ફરી એકવાર નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ચેતવણી આપી હતી. નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો, 'ચુંટણીમાં મે કહ્યું ભરતને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે...ભાઈ મને ના ખબર પડે, આટલા વરહ રાજકારણ કર્યું છે. 


ભારે ચર્ચામાં આવી ગયું નીતિન પટેલનું આ નિવેદન
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે બળાપો કાઢ્યો છે. સામાન્ય રીતે નીતિન પટેલે જાહેર મંચ પરથી એકદમ બિદાસ્ત થઈને વિરોધીઓને મૂંહતોડ જવાબ આપતા અનેકવાર આપણે જોયા છે, ત્યારે ફરી એકવાર નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે મેં કહ્યુ ચૂંટણીમાં ભરતને મદદ કરો, તો કહે ભરત ન ચાલે. તમે આજકાલના આવેલા કડીને શું જાણો છો. ત્યારે નીતિન પટેલે પોતાના અંદાજમાં બળાપો કાઢીને જણાવ્યું કે કોણ ચાલે, કોણ ન ચાલે એ મારાથી વધુ કોઈ ન જાણે. કોઈ ચમચાગીરી નહીં કરવાની અને તટસ્થતાથી ચાલવામાં માનું છું.


ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે-
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહિ કરવાની પણ તટસ્થતાથી કામ કરવાનું છે. પ્રજા મારી જોડે છે, મારે કાઈ લેવાનું નથી કે ચુંટણી લડવાની નથી, હું ઉમેદવાર નથી જે મેં જાહેર કરી દીધું છે. મહેસાણા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. ત્યારે નીતિન પટેલે કહ્યું કે કદી અભિમાન ના રાખવું જોઈએ. ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે. આમ જાહેર મંચ પરથી નીતિન પટેલે વિરોધી જૂથ પર પ્રહારો કર્યા હતા.