સુરત : સાયણ ગ્રામપંચાયતમાં ઉઠી છે કૌભાંડની બૂમરાણ. ગ્રામપંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ત્રણ તલાટીઓ સામે ગુનો નોંધાતા મચી ચકચાર. ખોટા સહી-સિક્કા સાથે બાંધકામ મંજૂરીની પરવાનગી આપવા મામલે નોંધાઈ ફરિયાદ છે. રાજ્યના પંચાયત વિભાગમાં અવારનવાર કોઈને કોઈ કૌભાંડ સામે આવતા હોય છે. ત્યારે હવે સુરતના ઓલપાડની સાયણ ગ્રામપંચાયત પણ આ કૌભાંડોની યાદીમાં સમાઈ ગઈ છે. ગ્રામપંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ત્રણ તલાટીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગ્રામપંચાયતમાં સન્નાટો વ્યાપી ગયો છે. સાથે જ બીજા કૌભાંડીઓમાં ફેલાયો છે ફફડાટ. સાયણ ગ્રામપંચાયતના માજી સરપંચની ખોટી સહિ અને સિક્કા સાથે બાંધકામ મંજૂરીની પરવાનગી વિના 268 જેટલી જુદીજુદી મિલકત આકારણી, 10 હાઈરાઈઝ બિલ્ડીંગ વ્યક્તિગત અને ભાગીદારી પેઢીના નામે નામફેર કરવામાં આવતાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી. અંતે સાત વર્ષની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સ્થાનિક તંત્ર દ્વારા સરપંચ, ડેપ્યુટી સરપંચ, ત્રણ તલાટીને છાવરવામાં આવતા હતાં ફરિયાદીએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં ધા નાખી હતી અને અંતે 7 વર્ષ પછી ન્યાય મળ્યો છે. સમગ્ર હકીકત એવી છે કે સુરત સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલ બ્લોક નંબર 78, 79, 81 વાળી જમીનમાં દિલીપભાઈ ધરમશીભાઇ કણકોટીયાએ પોતાના હિસ્સાની જમીન માર્ચ 2013માં જુદા જુદા 3 દસ્તાવેજથી વેચી હતી. જમીનમાંથી દિલીપભાઈ ધરમશીભાઈ કણકોટિયાનું નામ રેવન્યુ રેકોર્ડ ઉપરથી કમી થયું હતું. ત્યારે માર્ચ-2013માં વેચાણ કર્યા બાદ આ જમીન માટે તેનો કોઈ માલિકી હકે તેવા કોઈ કોઈ પુરાવાઓ ન હોવા છતાં માર્ચ-2014થી 2017 સુધીમાં તેમના નામે સરપંચ અને તલાટીઓએ જુદી-જુદી સામાન્ય સભામાં બનાવટી સરકારી રેકોર્ડને આધારે જુદા-જુદા ખોટા ઠરાવો કરી બાંધકામ મંજૂર કર્યા હતાં, 268(દુકાન અને ફ્લેટ), 28 રો-હાઉસ જેટલી મિલકતની આકારણી કરી હતી, 10 જેટલી મિલકત ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામે નામફેર કરવા જેવા અનેક ગેરકાયદેસરના ગંભીર ગુના આચર્યા હતાં. જેની ફરિયાદ ગામના જ અને માજી ડે.સરપંચ દિલીપ ચાવડાએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ હવે ઓલપાડ પોલીસ મથકે સાયણ ગામના સરપંચ, ડે.સરપંચ અને 3 તલાટી સામે ગુનો નોંધાયો છે. 


મહત્વનું છે કે માજી સરપંચની ખોટી સહી અને સિક્કા સાથે બાંધકામ મંજૂરી પત્રક, નક્શા અને આકારણી અરજીપત્રક જેવા સરકારી રેકોર્ડના ખોટા કાગળો બનાવી તેનો સરકારી કામે ઉપયોગ કરી મોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સાયણ ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ અશ્વિન ઠક્કર અને સરપંચ અનિલ પટેલ સહિત ત્રણ તલાટી કમ મંત્રી મળી કુલ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.  


સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આરોપી તલાટી કમમંત્રી વિજય પટેલ સુરત જિલ્લા તલાટી મંડળના મંત્રી પદે કાર્યરત છે. જ્યારે અન્યો ત્રણેય તલાટી પણ વિવાદીત છબી ધરાવે છે. હજુ પણ આ કેસમાં જો વધુ ઉંડાણથી તપાસ કરાશે તો અન્ય ચોંકાવનારી હકીકત સામે આવે તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube