VALSADમાં સેંકડો લોકોની હાજરીમાં ગાયકે યુવતીને પાછળથી આવીને બાહોમાં ભરી લીધી અને પછી જાહેરમાં...
શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સ્ટેજ પર ગાઇ રહેલી એક ખ્યાતનામ ગાયીકાને મુકેશ પટેલ નામના ગાયકે સ્ટેજ પર જ બાહોમાં ભરી લીધી હતી. વલસાડમાં મુકેશ પટેલની ગણના પણ સારા એવા ગાયકો વચ્ચે થાય છે. એક ગાયક યુવતી દ્વારા છેડતીના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના પગલે ગાયીકાના ફેન્સ અને મિત્રો દ્વારા ગાયક મુકેશ પટેલને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
વલસાડ : શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સ્ટેજ પર ગાઇ રહેલી એક ખ્યાતનામ ગાયીકાને મુકેશ પટેલ નામના ગાયકે સ્ટેજ પર જ બાહોમાં ભરી લીધી હતી. વલસાડમાં મુકેશ પટેલની ગણના પણ સારા એવા ગાયકો વચ્ચે થાય છે. એક ગાયક યુવતી દ્વારા છેડતીના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના પગલે ગાયીકાના ફેન્સ અને મિત્રો દ્વારા ગાયક મુકેશ પટેલને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
યુપી છે કે ગુજરાત? મને તે અટકાવ્યો જ કેમ તેમ કહીને આખી પોલીસ ચોકી સળગાવી દીધી
એક ગાયક યુવતીની છેડતીના આરોપ સાથે આરોપી માર પડ્યો હતો. વેલવાચ ગામે આયોજિત મનોરંજનના એક કાર્યક્રમમાં ગાયક યુવતી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ સ્ટેજ પર ગાઇ રહેલી ગાયીકાને અચાનક પાછળથી આવીને બાહોમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્ટેજ પર તો ગાયક યુવતીએ જેમ તેમ કરીને સ્થિતિને સંભાળી લીધી હતી. પરંતુ યુવતીને ખુબ જ લાગી આવ્યું હતું. જેના કારણે કાર્યક્રમ પુરો થયા બાદ બીજા દિવસે ગાયકને ઝડપી લીધો હતો.
છેડતીની ઘટના બાદ સ્થાનિક યુવાનો અને પીડિત યુવતી હાઇવે પર આવી મુકેશ પટેલને બોલાવીને માર માર્યો હતો. યુવતીએ માર માર્યા બાદ મુકેશ પટેલની માફી પણ મંગાવી હતી. ગાયક મુકેશ પટેલે ગાયક યુવતીનાં પગે પડીને માફી માંગી હતી. હવે આવું ક્યારે પણ નહી બને તેવું પણ જણાવ્યું હતું. હાલ તો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મુકેશ પટેલ દ્વારા યુવતીનો પગ પકડીને માફી માંગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube