કિશોરીના ફોટાનો ઉપયોગ કરી કોલગર્લ દર્શાવી રૂપિયા પડાવતો યુવક ઝડપાયો
સાયબર ક્રાઇમએ સોસીયલ મીડિયામાં કિશોરીને કોલ ગર્લ તરીકે દર્શાવી પે.ટી.એમમા પૈસા માગવતા અભિષેક રાવલ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ કિશોરીના ફોટોનો દૂર ઉપયોગ કરી કિશોરીને બદનામ કરી રહ્યો હતો. છેલ્લા 10 વર્ષથી આરોપી અમદાવાદમાં રહે છે. આ શખ્સ પર આરોપ છે કે તેને સોશિયલ મીડિયા એક કિશોરીના ફેસબુક એકાઉન્ટ માંથી ફોટો લઈ ફેકઆઈડી બનાવી આઈડીની નીચે એક પેટીએમ નંબર આપ્યો હતો.
જાવૈદ સૌયદ/અમદાવાદ: સાયબર ક્રાઇમએ સોસીયલ મીડિયામાં કિશોરીને કોલ ગર્લ તરીકે દર્શાવી પે.ટી.એમમા પૈસા માગવતા અભિષેક રાવલ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ કિશોરીના ફોટોનો દૂર ઉપયોગ કરી કિશોરીને બદનામ કરી રહ્યો હતો. છેલ્લા 10 વર્ષથી આરોપી અમદાવાદમાં રહે છે. આ શખ્સ પર આરોપ છે કે તેને સોશિયલ મીડિયા એક કિશોરીના ફેસબુક એકાઉન્ટ માંથી ફોટો લઈ ફેકઆઈડી બનાવી આઈડીની નીચે એક પેટીએમ નંબર આપ્યો હતો.
કિશોરીને કોલ ગર્લ તરીકે દર્શાવી રૂ 500 થી 1000 સુધી પે ટીએમમાં જમા કરાવવાથી આ કિશોરી તમારા સુધી પહોંચશે તેવી વાતો કરતો હતો. વાત કઈ એમ છે, કે કિશોરીને આ ઘટનાની જાણ થતા તેને સાયબર ક્રાઇમમા ફાઈયાદ કરી હતી. સાયબર ક્રાઇમ એ ફેસબુક આઈ ડીનું આઈ પી એડર્સ મેળવી તપાસ કરતા આરોપી અભિષેક રાવલ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી છે.
રૂપિયા 1 લાખની લાંચ લેતા GST અધિકારીની એસીબીએ કરી ધરપકડ
પોલીસ તપાસમા જાણવા મળ્યું છે કે, આરોપી અત્યાર સુધીમાં 40 હજાર જેટલા રૂપિયા મેળવી કોટક મહિન્દ્રા બેન્કમા ટ્રાન્સફર કરેલ છે. આરોપીએ આ સિવાય અન્ય કોઈ યુવતીના ફોટોનો દૂર ઉપયોગ કર્યો છે કે કેમ તેંની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે.