આ તો ભારે કરી...દારૂ પીને એક નશેડી હડકાયો થઈ ગયો, લોકોને ભરવા લાગ્યો બચકાં
બનાસકાંઠાના ધાનેરામાં મહાવીરનગરની સોસાયટીમાં દારૂડિયો એક તબીબના ઘરમાં ઘૂસી ગયો હતો. પોતે જાણે હડકાયો હોય તેમ તબીબના પત્નીને હાથમાં બચકું ભરી લીધું. ત્યારબાદ મંગળસૂત્ર ખેંચવા લાગ્યો હતો.
ચિંતન ભોગાયતા/બનાસકાંઠા: હવે વાત એમ છે કે બનાસકાંઠાના ધાનેરાની મહાવીરનગર સોસાયટીમાં દારૂ ઢીંચીને એક લફંગો ચઢી આવ્યો. એણે એવા ખેલ કર્યા કે જાણીને આશ્ચર્ય થશે. બનાસકાંઠાના ધાનેરામાં દારૂડિયા યુવકે ઘરમાં ઘૂસીને ડોક્ટરની પત્નીને બચકું ભર્યું હતું. સાંભળીને નવાઈ લાગી ને... પરંતુ આ હકીકત છે. મંગળસુત્ર ખેચીને હુમલાનો પ્રયાસ કરતા લોકોએ બરાબરનો મેથિપાક ચખાડ્યો હતો.
શિક્ષણ વિભાગના નિર્ણયથી શિક્ષણ જગતમાં ફરી વિવાદનો વંટોળ, વિદ્યાર્થીઓ પર વધશે ભાર
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ધાનેરામાં મહાવીરનગરની સોસાયટીમાં દારૂડિયો એક તબીબના ઘરમાં ઘૂસી ગયો હતો. પોતે જાણે હડકાયો હોય તેમ તબીબના પત્નીને હાથમાં બચકું ભરી લીધું. ત્યારબાદ મંગળસૂત્ર ખેંચવા લાગ્યો હતો. ત્યારબાદ લોકોએ એને બરાબર ધોયો હતો. દારૂડિયાને લોકોએ એવો ફટકાર્યો કે મારી મારીને રબ્બર જેવો કરી દીધો. પછી પોલીસ પણ આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસ દારૂડિયાને પકડીને લઈ ગઈ હતી.
શંકર ચૌધરીએ કોંગ્રેસને આપ્યો ઝટકો: અમિત ચાવડાની મનની મનમાં રહી જશે, આ છે સંસદીય નિયમ
નોંધનીય છે કે, સાચું કહો તમને એમ સવાલ થાય છે ને કે ગુજરાતમાં તો દારૂબંધી છે...તો ધોળાદિવસે દારૂ પીને આવા ખેલ કરનારાઓ કેમ પોલીસથી ડરતા નથી. એ તમને ના ખબર પડે... ભાઈ, સરહદ નજીકનો જિલ્લો છે. થોડા દિવસ પહેલા આપણા ગૃહમંત્રીએ જણાવ્યું હતું ને બોર્ડર પર સ્કેનર ગોઠવીશું. પરંતુ હજું સુધી કઈ થયું નથી. થઈ ગયું હોય થોડું મોડું, તો એમાં શું થઈ ગયું.
સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ; બેડ ખૂટી પડ્યા, એક ખાટલે બબ્બે...'
એક વાર સ્કેનર લાગી જવા દો પછી તમે જોજો કાંઈ તકલીફ નહીં પડે. પણ ભાઈ થોડી રાહ તો જોવી પડે કે નઈ? ચૂંટણી પુરી થઈ ગઈ છે, બીજી ચૂંટણી આવતા થોડો સમય લાગશે. તમારે બધું તાત્કાલિક બહુ જોઈએ. હા ખબર છે મને ઘણો સમય થઈ ગયો. તો શું બીજાં કામ ન હોય? પણ ત્યાં સુધી ધ્યાન રાખજો ક્યાંક કોઈક આવો દારૂડિયો તમારા ઘરે ન ચઢી આવે અને બચકું ન ભરી જાય...