નવનીત દલવાડી/ભાવનગર: હાલ સમગ્ર દેશમાં કટોગે તો બટોગે ના નારા પર ખૂબ રાજકારણ થઈ રહ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લામાં આચાર્ય જનક એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના શુભ પ્રસંગમાં કંકોત્રી પર આ બટોગે તો કટોગે સૂત્ર લગાવવામાં આવ્યુ છે, જેમાં પ્રધાનમંત્રી અને યોગી આદિત્યનાથ નો ફોટો પણ કંકોત્રીમાં છાપવામાં આવ્યો છે. પરિવારનું કહેવું છે કે હિન્દુ સમાજને એક કરવા માટે આ પ્રમાણે કંકોત્રી પર કટોગે તો બટોગેનું સૂત્ર લખવામાં આવ્યું છે. હાલ આ કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે, અને રાજનીતિ પણ ગરમાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાંગર ગામમાં આવનારી 23 નવેમ્બર 2024 ના રોજ રબારી સમાજના ચિ. હરેશ અને ચિ. આશા નામના નવદંપતીના લગ્ન થઈ રહ્યા છે, તેમના પ્રસંગમાં આ કંકોત્રી છાપવામાં આવી છે, જેમાં હિન્દીમાં 'બટોગે તો કટોગે' સૂત્ર લખવામાં આવ્યું છે, આ કંકોત્રી હાલ ભાવનગર જિલ્લામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ સાથે જ તેમના સગા સંબંધીઓને પણ આ કંકોત્રી આપવામાં આવી છે. 


જોકે સામાન્ય રીતે આજે કંકોત્રી પર સૂત્ર લખવામાં આવ્યું છે, તેની પાછળનું કારણ પરિવાર દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે, કે હિન્દુ સમાજ વિખેરાઈ રહ્યો છે, તેને એક કરવા માટે આ સૂત્ર આપવામાં આવ્યું છે, ઉત્તર પ્રદેશના સી.એમ યોગી આદિત્યનાથ દ્વારા આ સૂત્ર આપવામાં આવ્યુ હતું, હાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ આ સૂત્ર ખૂબ ચર્ચામાં રહ્યું છે, અને તેના પર રાજકારણ પણ થઈ રહ્યું છે, જ્યારે પણ ભાજપની સભા અને કાર્યક્રમ થતો હોય છે, ત્યારે આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે, દેશના રાજકારણમાં હાલ સૌથી વધુ બટોગે તો કટોગે નું સૂત્ર ચર્ચાસ્પદ બન્યો છે.


  • મહુવા તાલુકાના વાંગર ગામમાં ભાજપના એક કાર્યકરના ઘરે આગામી 23 તારીખના યોજાયેલ લગ્ન પ્રસંગની કંકોત્રી આવી ચર્ચામાં

  • કંકોત્રીમાં યુપીના મુખ્યમંત્રી દ્વારા બોલાતું "બટોગે તો કટોગે"  સૂત્ર લખાયું છે.

  • મહારાષ્ટ્રની ચુંટણીમાં બટોગે તો કટોગે શબ્દ હાલમાં ખુબજ ફેવરિટ થયેલ છે.

  • આ કંકોત્રીમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવોની વાતનો પણ ઉલ્લેખ છે.

  • કંકોત્રી છપાવનાર મોદી અને યોગીના ચાહક હોવાથી કંકોત્રીમાં તેમના ફોટા પણ મુકાયા છે.