અમદાવાદ: દિવાળીના પર્વ અનુસંધાને શહે૨માં ૭ ઝોનનાં ૪૮ વોર્ડમાં સફાઇ અને સેનીટેશનની વ્યવસ્થા સારી રીતે કાર્યરત રહે તથા નાગરીકોની સુખાકારી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરની સફાઇ ૧૦,૦૦૦ જેટલાં કાયમી સફાઇ કામદારો દ્વારા રોજેરોજ કરવામાં આવશે. ૧૬૦ જેટલાં સ્પોટ વાહનો, ૧૮૭ કોમ્પેકટરો, ૪૦ જેટલી ટ્રક, જે.સી.બી, બોબકેટ સહિત ડોર ટુ ડોરનાં ૮૦૦ થી વધારે વાહનો સાથે ૧૨૦૦થી વધારે મશીનરી અને સાધનો પુરેપુરા સમય માટે ઉપયોગમાં લઇ કચરાનાં નિકાલની વ્યવસ્થા ગોઠવાઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએમસી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, દિવાળી દરમ્યાન કચરો વધારે માત્રામાં નીકળતો હોઇ રાત્રી દરમ્યાન વધારાની શિફટમાં પણ જરૂરીયાત અનુસારનાં વાહનોનો ઉપયોગમાં મુકવામાં આવેલ છે. દિવાળી પર્વ નિમિત્તે શહેરમાં આવેલાં કે જયાં નાગરીકો મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય તેવા જગન્નાથના મંદિર , નાગરવેલ હનુમાન , ઇસ્કોન મંદિર , સ્વામીનારાયણ મંદિર કાલુપુર , સુભાષ બ્રીજ સહિતનાં ૭૦ થી વધારે મંદિરોનાં પરિસર અને બહારનાં ભાગે સફાઇ કરી પાકા ભાગો , ફુટપાથોને ટેન્કરોથી ધોવડાવી સ્વચ્છ કરવામાં આવનાર છે . આ ઉપરાંત શહેરમાં આવેલા જમાલપુર ફુલ માર્કેટ જેવા મુખ્ય બજારો , જાહેર સ્થળો અને પ્રવાસન - પિકનીક સ્પોટોવાળાં લોકેશનોની દિવસ અને રાત્રી દરમ્યાન સફાઇ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે . શહેર સ્વચ્છ અને સુંદર દેખાય એ માટે શહેરનાં ૪૫ જેટલાં બ્રીજ , અન્ડરબ્રીજ અને ફલાયઓવર બ્રીજોને ન્યુસન્સ ટેન્કરથી ધોવડાવી સ્વચ્છ કરાવવામાં આવનાર છે .

વધુમાં સોલંકીએ જણાવ્યુ હતુ કે ઝોન - વોર્ડમાં રાત્રી સફાઇ કામગીરી દરમ્યાન એકત્ર કરવામાં આવેલ કચરાનાં તુરત જ નિકાલ થાય અને કચરો પડી રહે નહિ તે માટે ૭ ઝોનનાં ૮ રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશનો દિવસની સાથે - સાથે જરૂર જણાયે રાત્રી દરમ્યાન પણ ચાલુ રાખી નિકાલ કરવામાં આવનાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube