મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે લગાતાર પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઇકાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ ધિકારીએ આકરા પાણીએ થઇ સરકારી પ્રાથમિક શાળાઓમાં અનિયમિતતા દાખવનારા અને સતત વોરન્ટ ઇશ્યુ કર્યા બાદ પણ જવાબ ન આપતા 8 જેટલા બેદરકાર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને પાણીચું પકડાવી દેતા સરકારી શિક્ષકોના આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર જીલ્લાના પ્રાથમિક શિક્ષણમાં સુધારો આવે સાથે શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી લાગી ચૂકેલા સડાને દૂર કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે.ડુમરાળીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ શરૂઆત કરી છે. તે ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. એવામાં જામનગર જીલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર અને અનિયમિતત રહેતા આઠ શિક્ષકોને રુખસદ આપી દેવાઈ છે. જેમાં જામનગર તાલુકાની જુદી જુદી ચાર સરકારી શાળાના શિક્ષકો, લાલપુરની ત્રણ સરકારી શાળાઓ અને ધ્રોલની એક શાળાના શિક્ષકોનો સમાવેશ થાય છે.


સુરત: મહાનગરપાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટ ગોડાઉન સીલ કરાતા, હજારો લોકો બેરોજગાર


તમામ 8 શિક્ષકો એવા છે. જેમાથી 4 શિક્ષકો વિદેશ જતાં રહ્યા છે અને 4 શિક્ષકોને શિક્ષક કરતાં ધંધામાં વધુ રસ હોવાથી વ્યવસાયમાં જોડાઈને શિક્ષકની નોકરી સ્વીકારવામાં રસ ન હોવાને કારણે નોકરી કરવા આવતા ન હોવાનું કારણ સામે આવ્યું છે. આમ જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આગમનના પગલે શિક્ષકો પોતાની ફરજ પ્રત્યે સભાન થયા છે અને શિક્ષણ કાર્યમાં સુધારો જોવા મળી રહ્યો છે.