વલસાડ : રાજ્યના અન્ય વિસ્તારોની જેમ વલસાડ જિલ્લામાંપણ remdesivir ઇન્જેક્શન ની માંગ વધી રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ ઇન્જેક્શન મેળવવા માટે દર્દીના સ્વજનોએ અનેક જગ્યાએ કલાકો સુધી લાંબી લાઈનો લગાવી પડી હતી. આથી  દર્દીની મજબૂરીનો લાભ લઇ અને કેટલાક કાળાબજારિયાઓ આવા સમયે પણ રોકડી કરવાના ઈરાદે ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાના પણ બનાવો બન્યા હતા. જેને કારણે સરકારના આદેશ મુજબ હવે આ ઇન્જેક્શનના વિતરણ વ્યવસ્થા માટે વલસાડ જિલ્લા કલેક્ટરે વ્યવસ્થિત વિતરણનું આયોજન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે શિક્ષકોને શાળાના પુસ્તકો વિદ્યાર્થી પાસે પહોંચાડવાનું પણ ભાડુ જોઇએ છે !


નવી વ્યવસ્થા અનુસાર હવે વલસાડ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બનેલી કમિટી દ્વારા જ હવે remdesivir નો જથ્થો વલસાડની સિવિલ હોસ્પિટલમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવેથી  દર્દીના સગા સંબંધીઓએ  ઇજેક્ષન માટે કોઇ  હોસ્પિટલ કે અન્ય મેડિકલ સ્ટોર ના ધક્કા ખાવા નહીં પડે. કલાકો સુધી લાઈનમાં પણ નહીં રહેવું પડે . વહીવટી તંત્ર દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી જે તે covid-19 સારવાર કરતી હોસ્પિટલોને ઇન્જેક્શનો જથ્થો પૂરો પાડવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે મુજબ વહીવટી તંત્ર દ્વારા વલસાડ કલેકટર ઓફિસ અને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોને આપેલા  ઇમેઇલ  આઇડી અને અન્ય whatsapp નંબર પર કોરોનાની સારવાર કરતી જિલ્લાની હોસ્પિટલોએ સાંજે ચાર વાગ્યા સુધી પોતાની હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને પરિસ્થિતિ મુજબ જરૂરિયાતની માંગ હોસ્પિટલના સત્તાવાર લેટરહેડ પર તંત્ર સમક્ષ  પોતાની માંગ કરવાની રહેશે. ત્યારબાદ વલસાડ કલેકટર દ્વારા સિવિલ હોસ્પિટલમાંથી કમિટી જે તે હોસ્પિટલને પ્રાયોરિટી ધોરણનો જથ્થો પૂરો પાડવામાં  આવશે. 


GUJARAT: કોરોના કાળમાં ઇન્ટર્ન ડોક્ટર્સ માટે ખુબ સારા સમાચાર, પગાર વધારાની જાહેરાત


ઇન્જેકશનની કાળા બજારી ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ પણ કડક નજર રાખશે. આમ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી જ હવે જિલ્લાની હોસ્પિટલોને સીધો remdesivir નો જથ્થો આપવામાં આવશે. જે તે હોસ્પિટલનો એક વ્યક્તિ સત્તાવાર લેટર સાથે સીવીલ હોસ્પિટલથી જ ઇન્જેક્શનો જરૂરી જથ્થો લેવાનું રહેશે. જે તે હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સરકારી ભાવ મુજબ લગાવવામાં આવશે. વધુમાં ઇન્જેક્શન ની કાળાબજારી ન થાય અને કોઈ હોસ્પિટલ કે વ્યક્તિ remdesivir ઇન્જેક્શનનો વધુ પડતો ન લે કે કોઈ ગેરરીતિને પણ ના આચરવામાં આવે તેના માટે જે તે હોસ્પિટલએ ઇન્જેક્શનનો નવો જથ્થો લેવા પહેલા ઇન્જેક્શન ના ખાલી વોઇલનો  જથ્થો તંત્ર સમક્ષ જમા કરાવવાના રહેશે. કોઈ હોસ્પિટલ કે વ્યક્તિ ઇન્જેક્શન મેળવવા ગેરરીતિ આચરે કે કાળા બજારી કરે તો. તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના પણ કલેક્ટરે આદેશ કરી દેવામાં આવ્યા છે. આમ વલસાડ જિલ્લામાં પણ સરકારના આદેશ મુજબ વલસાડ કલેકટર દ્વારા જિલ્લાની હોસ્પિટલોને ઇન્જેકશન ફાળવવા માટે  વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube