વડોદરામાં 3 લક્ઝુરિયસ કાર દારૂથી ખચોખચ ભરેલી મળી આવી, પોલીસ પણ ચોંકી ઉઠી
ગુજરાતમાં કથિત દારૂબંધી વચ્ચે ચોતરફ દારૂની રેલમછેલ છે. વડોદરાનાં હરણી પોલીસે ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા નીલ નંદન કોમ્પલેક્ષની પાછળ 3 લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરને ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 7.23 લાખ રૂપિયાનાં વિદેશી દારૂ, 3 કાર અને મોબાઇલ સહિત કુલ 20.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અમદાવાદ : ગુજરાતમાં કથિત દારૂબંધી વચ્ચે ચોતરફ દારૂની રેલમછેલ છે. વડોદરાનાં હરણી પોલીસે ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા નીલ નંદન કોમ્પલેક્ષની પાછળ 3 લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરને ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 7.23 લાખ રૂપિયાનાં વિદેશી દારૂ, 3 કાર અને મોબાઇલ સહિત કુલ 20.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસમાં કોઇ સારા નેતા જ નથી? છત્તીસગઢના ગૃહમંત્રીને નિરીક્ષક બનાવતા અનેક તર્ક-વિતર્ક
હરણી પોલીસને બાતમી મળી હતી કે, ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા નીલ નંદન કોમ્પલેક્ષની પાછલ 3 ગાડીમાં દારૂનું કટિંગ થવાનું છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે વિદેશી દારૂ સાથે 3 બુટલેગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન કૈલાસ પાનવેલ (રહે.મધ્યપ્રદેશ), અભીલાષ સિંહ ઠાકુર (મધ્યપ્રદેશ) અને અમીત શાંતિલાલ માળી (રહે. ગોલવાડ જગદંબા ચોક, નાગરવાડા વડોદરા) ની 3 લક્ઝુરિયસ કાર અને વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી.
હરણી પોલીસે 7.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, 13 લાખ રૂપિયાની 3 કાર અને 8500 રૂપિયાના 4 મોબાઇલ મળીને કુલ 20,32,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણેય બુટલેગરો સામે ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે દારૂ જેને પહોંચાડવાનો હતો તે આરોપી કિરણ શ્યામલાલ કહાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube