વડોદરા : પ્રેમમાં સાથે જીવવા અને મરવાના વચનો આપનારા સાવલીના મોક્સી ગામની યુવતી અને કાલોલ તાલુકાના નારણપુર ગામના યુવાને વખ ઘોળીને પોતાના જીવનનો અંત આણ્યો હતો. મોક્સી ગામની પ્રાથમિક શાળા નજીકની અવાવરૂ જગ્યાએ બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. આ શાળા નજીક જ પ્રેમી પંખીડાઓ રોજેરોજ મળતા હતા. આ જ સ્થળ પર બંન્નેએ ઝેરી દવા ગટગટાવીને આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. પ્રેમી સાથે ઝેરી દવા ગટગટાવી જીવતા તો એક ન થઇ શક્યા પણ મરીને એક થવા માટે ફાની દુનિયાને વિદાય આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં પણ યુક્રેન જેવી સ્થિતિ? ત્રણ મહિલાઓ ચાલતી જતી હતી ઉપરથી ઉડતુ મોત આવ્યું


સાવલી તાલુકાના મોકીસ ગામમાં અક્ષરપુરી રહેતી 21 વર્ષીય પારૂલ રાઠોડ અને પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નારનપુરા ગામના જોરાવરસિંહ રાઠોડે ગામની પ્રાથમિક શાળા નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં રહેલા યુગલને જોઇને રાહદારીએ ગામલોકોને જાણ કરી હતી. ગામના અગ્રણીઓને આ અંગે જાણ કરી હતી. ગામમાં વાત વાયુવેગે પ્રસરી હતી. લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. 


સુરતના સિગરેટ રસીકો માટે ખરાબ સમાચાર, કમિશ્નરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો


દરમિયાન ઝેરી દવા ગટગટાવી લેનાર યુવક યુવતીને 108 દ્વારા એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે બંન્નેના હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે નાનકડા ગામમાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન આ અંગે ભાદરવા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું કે, જોરાવર સિંહ ખેતીકામ કરતો હતો. અવાર નવાર તે મોક્સી ગામમાં રહેતા બનેવીના ઘરે આવતો હતો. પારૂલ રાઠોડ નામની યુવતી સાથે આંખો મળી ગઇ હતી. બંન્નએ સાથે જીવવા મરવાના વચનો લીધા હતા. જો કે સામાજિક રીતે આ શક્ય નહી હોવાનું લાગતા બંન્નેએ સાથે મરવાનો નિર્ણય લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube