વડોદરા : શહેરના પ્રશ્ચિમ વિસ્તારમાં આવેલ ચકલી સર્કલ નજીક પીવાના પાણીની લાઈન માં ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ચકલી સર્કલ નજીક પીવાના પાણીની લાઈનમાં છેલ્લા ત્રણ દિવસથી ભંગાણ સર્જાયું છે. જેને લઈને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. સાથે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના રમખાણો પર Gujarat Files ફિલ્મ બનાવવા માંગતા ડાયરેક્ટરે પીએમ મોદીને પૂછ્યો સવાલ


શહેરમાં અનેક વિસ્તારમાં રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ પાલિકા તંત્રની અણઆવડતના કારણે વારંવાર અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાથી લાખો લિટર પાણી ગટરમાં વહી જાય છે. છેલ્લા ત્રણ દિવસથી ચકલી સર્કલ નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે. પરંતુ પાલિકા તંત્રની નિષ્કાળી કે હજુ સુધી ભંગાણનું સમારકામ કરવામાં પાલિકાને રસ નથી.


ફાગણ સુદ પૂનમ ઉજવવાની થનગનાટ, દ્વારકા-ડાકોર-રાજસ્થાન જતા માર્ગે શ્રદ્ધાળુઓની ભીડ જ ભીડ


અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળો શરૂ થતાની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા શરૂ થઇ ચુકી છે. જો કે બીજી તરફ તંત્રના વાંકે કરોડો લીટર પાણી વેડફાઇ રહ્યું છે. પરંતુ જ્યાં સુધી પાણી અધિકારીઓની ખુરશી સુધી નહી પહોંચે ત્યાં સુધી તેઓ કંઇ જ કરશે નહી. વારંવાર રજુઆતો છતા પણ તેઓ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવાને બદલે સરકારી જવાબો જ આપી રહ્યા છે. થઇ જશે રહી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube