હાર્દિક દીક્ષિત/વડોદરા : સીટી બસમાં સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ભૂલી ગયેલી મહિલાને બસ સંચાલક દ્વારા પર્સ પરત કરીને માનવતા મહેકાવી હતી સાથે સાબિત કર્યું હતું કે, માણસો હજી પણ જીવીત છે. વડોદરા શહેરના ગોત્રી સેવાસીમાં રહેતી એક મહિલા સેવાસીમાં રહેતા સંબંધીના ત્યાં શ્રીમંતનો પ્રસંગ હોવાથી વાઘોડિયાથી વડોદરા શહેરમાં આવવા માટે સીટી બસમાં બેઠા હતા. તેઓ  વડોદરા સીટી બસ સ્ટેન્ડે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ સેવાસી જવા માટે ઉતાવળ હોવાથી બસમાં સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ભૂલીને નીકળી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો બોલો! BHAVNAGAR માં કચોરીની હત્યા થઇ જતા ચકચાર, પોલીસ સ્ટાફ દોડતો થયો


જ્યાં સ્ટેન્ડ પર આવેલ બસના ચાલક અને કંડકટર બસ ખાલી થયા બાદ બસમાં રૂટીન તપાસ કરી હતી. જ્યાં બસની સીટ પર પર્સ મળી આવતા બસ ચાલક અને કંડકટરે પોતાની માનવતા દાખવીને પર્સ બસ સંચાલક નરેન્દ્રભાઈ રાણાને સુપ્રત કર્યું હતું. ત્યારે પર્સ ભૂલી ગયેલી મહિલા ખ્યાલ આવતા બસ સંચાલકની ઑફિસે દોડી આવી હતી. તેઓએ પોતાનું પર્સ બસમાં ભૂલી ગયાની કેફિયત રજૂ કરતા બસ સંચાલકે  બસમાંથી મળી આવેલ પર્સ બતાવતા તેને ઓળખી બતાવતા બસ સંચાલકે મહિલાને ઓળખ પત્રો સાથે લાવીને ખરાઈ કરીને લઈ જવા જણાવ્યું હતું. 


પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક...


બીજા દિવસે મહિલા તેના પતિ અને બેન સાથે સીટી બસ સ્ટેન્ડે આવ્યા હતા. જ્યાં તેઓએ બસ સંચાલકનો સંપર્ક સાધ્યો હતો. ખરાઈ કર્યા બાદ મહિલાને તેનું પર્સ સુપ્રત કરીને માનવતા દાખવી હતી. જ્યારે બસમાં પર્સ ભૂલી જનાર મહિલાને તેના કિંમતી દાગીના ભરેલ પર્સ પરત સહી સલામત મળી આવતા બસ સંચાલક અને તેના કર્મચારીઓએ દાખવેલ માનવતાનો આભાર વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે બસમાં મુસાફરો અવારનવાર પોતાના કિંમતી સામાન ભૂલી જતા હોય છે ત્યારે બસ સંચાલક દ્વારા માલિકની ખરાઈ કર્યા બાદ મલિકને તેનો સામાન સુપ્રત કરાતો હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube