`અ`સંસ્કારી નગરી! કોર્પોરેટરે વિરોધનાં નામે અનેક નિયમો તોડ્યા, આખરે કપડા પણ ઉતાર્યા
ભાજપમાં કોર્પોરેટર કલ્પેશ પટેલને હોમ ક્વોરોન્ટાઇન રહેવા માટે તંત્ર દ્વારા સુચના અપાઇ હતી. જો કે તેમણે જાણે આ નિર્ણયોને ઘોળીને પી ગયા હોય તેમ બહાર નિકળી ગયા હતા. માત્ર બહાર નિકળી ગયા એટલું જ નહી પરંતુ વિરોધના નામે ટોળુ પણ એકત્ર કર્યું હતું, આટલું ઓછું હોય તેમ લેંઘો ઉતારીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શનનાં નામે તમાશો ખડો કરી દીધો હતો.
વડોદરા : ભાજપમાં કોર્પોરેટર કલ્પેશ પટેલને હોમ ક્વોરોન્ટાઇન રહેવા માટે તંત્ર દ્વારા સુચના અપાઇ હતી. જો કે તેમણે જાણે આ નિર્ણયોને ઘોળીને પી ગયા હોય તેમ બહાર નિકળી ગયા હતા. માત્ર બહાર નિકળી ગયા એટલું જ નહી પરંતુ વિરોધના નામે ટોળુ પણ એકત્ર કર્યું હતું, આટલું ઓછું હોય તેમ લેંઘો ઉતારીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શનનાં નામે તમાશો ખડો કરી દીધો હતો.
સાવધાન ! હવે પોલીસની નજર રહેશે સોસાયટીના સીસીટીવી પર
ભાજપના કોર્પોરેટર કલ્પેશ પેટેલે વોર્ડ નં 4ની ઓફીસ પર પહોંચીને ગાળાગાળી ચાલુ કરી દીધી હતી. સ્થાનિક સ્ટાફને ધમકી આપી હતી અને વોર્ડ ઓફીસના મુખ્ય દરવાજા પર પોતાની ગાડી આડી મુકીને સમગ્ર રસ્તો કોર્ડન કરી લીધો હતો. તેનો આરોપ હતો કે યોગ્ય રીતે સેનિટાઇઝેશન નથી થઇ રહ્યું પોતાનાં વિસ્તારનું અને તેના કારણે તેઓ આવો વિરોધ કરવા માટે મજબુર બન્યા છે. કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશ ફરતે ભરડો લઇ ચુકી છે, ત્યારે આ રાજકારણીઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે.
બેકાર રીક્ષાચાલકોના ભોગે શાક માર્કેટ બંધ થવાનો તોળાઇ રહ્યો છે ડર
ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ અને કોંગ્રેસી કોર્પોરેટર ચિરાગ ઝવેરી વચ્ચે વિસ્તારને સેનિટાઇઝ કરવા મુદ્દે વિવાદ થયો હતો. ત્યાર બાદ આ બંન્નેએ વોર્ડની ઓફીસ ખાતે હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ અધિકારીઓ સાથે ગાળાગાળી કરી હતી. આટલાથી સંતોષ નહી થતા ભાજપના કોર્પોરેટરે તો કપડા કાઢી નાખ્યા હતા. રોડ પર હોબાળો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube