વલસાડ : શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 422 કેસ નોંધાયા છે. જે પૈકી 220થી વધારે દર્દીઓ સારવાર લઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જો કે 161 દર્દીઓ હાલ પણ સારવાર હેઠળ છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા 18 એપી સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેથી વલસાડ શહેર અને જિલ્લામાં કુલ 327 વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: વટવા GIDC કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, 2 કારીગરોનાં મોત, એકની સ્થિતી ગંભીર

અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1 સુધી વાપીમાં કોરોનાનુ સંક્રમણ ખુબ જ ઓછુ રહ્યું હતું. પરંતુ અનલોક 1 બાદ અચાનક કેસોમાં વધારો થતા તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે હેલ્થ સ્ક્રિનિંગ સહીતની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ સતત વધી રહેલા કેસને જોતા આખરે કેટલાક વિસ્તારોને કોરોના હોટસ્પોટ તરીકે ઓળખ કરવાની ફરજ પડી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube