વલસાડ : જિલ્લાના કપરાડા તાલુકામાં બાલચોઢી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાલચોઢી જાત્રાના મેદાનમાં પત્ની પ્રેમીને મળવા પોહચીને અચાનક પતિ આવી ચડ્યો હતો. પતિએ પત્ની અને પ્રેમીને ઢોર માર માર્યો હતો. આટલું જ નહી તેણે પોતાની પત્ની અને તેના પ્રેમીને અર્ધ નગ્ન અવસ્થામાં બાંધી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપરાડા તાલુકાના બાલચોંઢી ગામે મહાશિવરાત્રીનો મેળો ભરાઈ તે મેદાનમાં બે-બે સંતાનોનાં પિતા તેવા પુરૂષ અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંન્ને આ શિવરાત્રીના મેળાના મેદાનમાં એકલતાનો લાભ લેવા અને રોમાન્સ કરવા માટે મળ્યા હતા. આ પ્રકારે તેઓ અવાર નવાર મળતા હતા. જો કે આ વાતની ગંધ મહિલાના પતિને આવી ગઇ હતી. 


બંને અવરનવર ચોરી છુપીથી આ મેદાનમાં મળતા હતા. પરંતુ આ વાતની ગંધ પ્રેમિકાના પતિ મંગુભાઈને પડતા તેઓ સ્થળ ઉપર ધસી આવ્યા હતા. બંન્નેને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યાર બાદ મગનભાઇએ પોતાની પત્ની અને તેના પ્રેમીને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ બંન્નેને અર્ધનગ્ન કરીને મેદાનમાં થાંભલા સાથે બાંધી દીધા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube