ઉમેશ પટેલ/વલસાડ : નગરપાલિકાના બહુ ચર્ચિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ભંગાર કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વલસાડ સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ ફરિયાદ દાખલ થયાના ગણતરીના સમયમાં જ વલસાડ સિટી પોલીસે વલસાડ નગર પાલિકાના ભંગાર કૌભાંડ મામલે આરોપી વલસાડ નગર પાલિકાના ડ્રેનેજ એન્જિનિયર કેયુર રાઠોડની ધરપકડ કરી છે. આમ પાલિકાના આ બહુચર્ચિત ભંગાર કૌભાંડ મામલામાં પોલીસે પ્રથમ ધરપકડ કરી અન્ય આરોપીઓની ધરપકડ મામલે પણ કાર્યવાહી કરતા ચકચાર મચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુણાવાડામાં વિદેશ મોકલવાનાં નામે બંટી બબલીએ આચરી ઠગાઇ, પોલીસે કરી બંન્નેની ધરપકડ


આ કૌભાંડમાં વલસાડ નગર પાલિકાના એક અપક્ષ મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ પણ નામજોગ ફરિયાદ થઇ હોવાથી પણ રાજકારણ ગરમાયું છે. મહત્વપૂર્ણ છે કે, વલસાડ નગરપાલિકાના ચીફ એન્જિનિયર નગરપાલિકાએ ફરિયાદી બની નગરપાલિકાના જ ડ્રેનેજ એન્જિનિયર સહિત 4 આરોપીઓ વિરુદ્ધ  વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. વલસાડ નગરપાલિકાનું પારડી સાંઢ પોરમાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાંના નવીનીકરણ માટે નગરપાલિકાનાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ભંગાર વેચવા માટે વલસાડ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આથી આ ભંગાર ખરીદવા માટે વાપીના આમિર ટ્રેડર્સ નામનાની એક એજન્સસી એ ટેન્ડર મારફત નગરપાલિકાના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ભંગાર ખરીદ્યો હતો. જો કે પ્લાન્ટનો ભંગાર કરોડો રૂપિયાનો હોવા છતાં વલસાડ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના એન્જિનિયર કેયુર રાઠોડે ભંગારનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીના સંચાલકો સાથે મીલીભગત કરી અને  કરોડ રૂપિયાનો ભંગાર  માત્ર સવા બે લાખ રૂપિયા જેટલી નજીવી રકમ પાલિકામાં જમા કરાવી અને નગરપાલિકાને  લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. વલસાડ નગરપાલિકાના એન્જિનિયરે નગરપાલિકાના આ ભંગારના ટેન્ડરમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની જાણ વલસાડ નગરપાલિકાના વિરોધ પક્ષના આગેવાનોને થઈ હતી. 


BHAVNAGAR ના ડોક્ટરે શોધી કાઢ્યો કોરોનાનો અક્સીર ઉપાય, એક ચમચી પીઓ ક્યારેય કોરોના નહી થાય


જેના પગલે વલસાડનગર પાલિકાના વિરોધ પક્ષ દ્વારા છેલ્લા બે વર્ષથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ભંગાર કૌભાંડ મુદ્દે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. અને દર સામાન્ય સભામાં વલસાડના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ભંગાર કૌભાંડ મુદ્દે  સભામાં ધમાલ થઈ હતી. જોકે તેમ છતાં સત્તાધીશોએ કોઈ ફરિયાદ દાખલ કરાવી ન હતી. આખરે થોડા દિવસ અગાઉ જ વલસાડ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વલસાડ નગરપાલિકાના જ એક અપક્ષ સભ્યએ આ મામલે ઉગ્ર દેખાવો કર્યા હતા. વલસાડ નગરપાલિકાના ભંગાર કૌભાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆતો કરી હતી. અપક્ષ સભ્ય રાજુ મરચાં પાલિકાની સભામાં એક  ફુલોનો હાર અને એક જૂતાઓનો હાર  લઈને પહોંચ્યા હતા. સત્તાધીશોને જણાવ્યું હતું કે જો  નગરપાલિકાના સત્તાધીશો ભંગાર કૌભાંડ મુદ્દે ફરિયાદ દાખલ કરશે તો તેમને ફુલોનો હાર પહેરાવવામાં આવશે. જો આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ન આવીતો જુતાઓનો હાર પહેરાવવામાં આવશે. આવી ચીમકી ઉચ્ચારતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આખરે હવે વલસાડ નગરપાલિકાના ચીફ એન્જિનિયર હિતેશ પટેલે પાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ભંગાર કૌભાંડ મુદ્દે પાલિકાના ડ્રેનેજ એન્જિનિયર કેયુર  રાઠોડ અને ભંગાર ખરીદનાર વાપીના આમિર ટ્રેડર્સ એજન્સીના પ્રોપરાઇટર અને એજન્સીના માણસો એવા. રઘા રામ અને પાલિકાના મહિલા કોર્પોરેટર ના પતિ  સાજીદ ઉર્ફે શરૂ શેખ નામના આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.


12 વર્ષના બાળકને ગરીબ મા-બાપે 7 હજાર માટે મજૂરી કામ માટે ગીરવે મૂક્યો


વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં વલસાડ નગરપાલિકાની બહુચર્ચિત એસ ટી પી ભંગાર  કૌભાંડના મામલે ફરિયાદ દાખલ થતા જ વલસાડ પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પહેલા જ ધડાકે વલસાડ નગરપાલિકાના એન્જિનિયર કેયુર રાઠોડની ધરપકડ કરી છે. અને બાકીના આરોપીઓને ઝડપવા પણ તપાસ તેજ કરી છે. આમ પોલીસની તેજ ગતિથી ચાલુ થયેલી આ તળિયાઝાટક તપાસને કારણે  હવે જિલ્લામાં વલસાડ નગરપાલિકાના બહુચર્ચિત ભંગાર કૌભાંડ વધારે ગરજી રહ્યું છે. આગામી સમયમાં પોલીસ તપાસમાં વલસાડ નગરપાલિકાના મોટા માથાઓ ના પગ તળે રેલો આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube