જય પટેલ/વલસાડ : વલસાડમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના એક પ્રકારે હાસ્યાસ્પદ પણ છે અને એક પ્રકારે ગંભીર પણ છે. વલસાડમાં મકાન માલિકે ભાડુ માંગતા ભાડુઆતે ભાડુ આપવાનાં બદલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વલસાડનાં મોગરાવાડી વિસ્તારમાં એક વ્યક્તિ મોગરાવાડી વિસ્તારમાં રહે છે. પોતાનાં મિત્ર સાથે આ રૂમમાં રહેતો હતો. જો કે મિત્ર પોતાનાં ગામ જવા માટે નિકળી ગયો હતો. જ્યારે ભાડાની રકમ તે મિત્ર પાસે જ હતી. મકાન માલિક દ્વારા વારંવાર ભાડાની માંગણી કરવામાં આવી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ-પત્ની વચ્ચે સમાધાનનાં નામે પાખંડી પ્રશાંતે પડાવ્યા હતા લાખો રૂપિયા
ભાડાની આકરી ઉઘરાણીથી લાગી આવતા ભાડુઆતે શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. જો કે બાજુમાં રહેતો અન્ય ભાડુઆત જોઇ જતા તેણે તત્કાલ આવીને આગ બુજાવી દીધી હતી. તત્કાલ તેને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાડુઆત હાલ 65 ટકા દાઝેલી હાલતમાં હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. જો કે આગામી 24 કલાક ખુબ જ આકરા હોવાનું સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ જણાવી રહ્યા છે. હાલ તો આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube