નવી બિમારીને લઈને ગુજરાતમાં એલર્ટ; પેનિક કરવાની જરૂર નથી, બસ નિયમોનું પાલન કરતા રહો
કોરોના બાદ ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી રહસ્ય બિમારી ફેલાઈ છે. આ બીમારી ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે , જે રીતે કોરોના ના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર થયો હતો..
પ્રશાંત ઢીવરે/સુરત: ચીનમાં ફેલાઈ રહેલી નવી બીમારીના ભયને જોતાં નવી સિવિલ હોસ્પિટલમાં તકેદારી રાખવામાં આવી રહી છે. નવી સિવિલ હોસ્પિટલ માં ઓક્સિજન પ્લાન્ટ ની ચકાસણી કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી છે. ચીનમાં રહસ્યમય બીમારીને પગલે કેન્દ્ર સરકારે કોરોના જેવી ગાઈડલાઇન ઈશ્યૂ કરી છે. પેનિક કરવાની પણ કોઈ જરૂર નથી, ફક્ત નિયમોનું પાલન કરતા રહો તેવું સૂચન કરાયું છે.
રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ
કોરોના બાદ ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી રહસ્ય બિમારી ફેલાઈ છે. આ બીમારી ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે , જે રીતે કોરોના ના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર થયો હતો..તેવી જ શ્વાસ ને લાગતી ન્યુમોનિયા જેવી બીમારીએ ફરી માથું ઉચકતા જ કેન્દ્ર સરકારે ભારત ની સિવિલ હોસ્પિટલ ને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલ પ્રશાશન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
WHO સહિત ચિંતામાં મુકાયા
સમગ્ર વિશ્વ અને WHO સહિત ચિંતામાં મુકાયા છે કારણ કે ચીનમાં બાળકોમાં શ્વાસ ને લગતી બિમારી જોવા મળી છે. ઈન્ફ્લુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, સાર્સ-કોવિડ-૨ વગેરે જેવી બીમારી જોવા મળી રહી છે. તેંજ બાબતને ધ્યાને રાખી શહેર અને જિલ્લા તમામ આરોગ્ય તંત્ર, જિલ્લા અને શહેર આરોગ્ય અધિકારી, સિવિલ તમામને એલર્ટ થવા આ એડવાઈઝરી દ્વારા સૂચના આપવામાં આવી છે.
કોરોના સમયની ભૂલ ફરી દોહરાવવા નથી માંગતી સરકાર
ઉલ્લેખનીય છે કે, કોરોના સમયે જે મૃત્યુએ તાંડવ જોવા મળ્યો હતો અને ત્યારે જે કઈ કચાસ રહી ગઈ હતી. તેને લઈ સરકાર અત્યાર કોઈ ચૂક કરવા માંગતી નથી. કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ અત્યારથી જ તમામ આરોગ્ય તંત્રને એડવાઈઝરી થકી સૂચના આપી દેવામાં આવી છે. જેમાં હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ, સાધનસામગ્રી, સુવિધાઓ, ટેસ્ટીંગ સહિતની બાબતોની સમીક્ષા કરી ઉપલબ્ધતાની ખાતરી કરી લેવા સૂચના આપવામાં આવી છે.
કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સજ્જ
આ તમામ વસ્તુઓને અપડેટ કરવા તથા કામગીરી કરે છે કે નહિ તે પણ ચકાસી લેવા સૂચના આપી છે. તબીબી અધિકારીઓ, ફીજીશ્યન, એનેસ્થેટીસ્ટ, માઈક્રોબાયોલોજીસ્ટ, લેબટેક, સ્ટાફ નર્સ તથા અન્ય પેરામેડિકલ સ્ટાફને પણ સેન્સેટાઈઝ કરવા, ઓક્સિજન પ્લાન્ટથી લઈને હોસ્પિટલોમાં વેન્ટીલેટર, પીપીઈ કીટ, એન્ટીવાયરલ દવાઓ વગેરે પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા, આઈસોલેશન વોર્ડ શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતો ચકાસી લેવા જણાવાયું છે.જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પીપીઈ કીટ તેમજ દવાઓ સહિત તમામ વસ્તુ ચકાસી લેવામાં આવી છે. જેમાં હોસ્પિટલ પ્રશાંશન દ્વારા ફાયર વિભાવ તેમજ ઓક્સીજન પ્લાન્ટ બને ની મોકડ્રિલ કરી ચકાસણી કરાઈ હતી..કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ પ્રસાસન સજ્જ થઈ ગયું છે.