વિજયનગરમાં ઉતરાયણનાં દિવસે પતંગ ચગાવવાના બદલે લોકો લગાવે છે દોટ
સ્થાપના કાળથી અનોખી ઉતરાયણ ઉજવવામાં આવે છે. જ્યાં પતંગ દોરીના દાવપેચ નહી પરંતુ દોટની રમત રમાય છે. ઉતરાયણ કાઢવાની આ પરંપરા આધારે વર્ષનો વરતારો પણ કાઢવામાં આવે છે. જે પરંપરા આજે પણ અકબંધ રાખવા ગામના યુવાનોમાં અનોરો ઉત્સાહ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન રાજ્યના સીમાડે વસેલું વિજયનગર ગામ ભૌગોલિક વિષમતાઓ વચ્ચે અનેક પરંપરાઓનું પણ વાહક રહ્યું છે. જેમાં રાજસ્થાની પરિવેષ ભાષામાં રાજસ્થાની બોલીની છાંટ અને રિવાજોની સાથે ઉત્સવોમાં પણ રાજસ્થાની ઝલક જોવા મળે છે.
વિજયનગર : સ્થાપના કાળથી અનોખી ઉતરાયણ ઉજવવામાં આવે છે. જ્યાં પતંગ દોરીના દાવપેચ નહી પરંતુ દોટની રમત રમાય છે. ઉતરાયણ કાઢવાની આ પરંપરા આધારે વર્ષનો વરતારો પણ કાઢવામાં આવે છે. જે પરંપરા આજે પણ અકબંધ રાખવા ગામના યુવાનોમાં અનોરો ઉત્સાહ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન રાજ્યના સીમાડે વસેલું વિજયનગર ગામ ભૌગોલિક વિષમતાઓ વચ્ચે અનેક પરંપરાઓનું પણ વાહક રહ્યું છે. જેમાં રાજસ્થાની પરિવેષ ભાષામાં રાજસ્થાની બોલીની છાંટ અને રિવાજોની સાથે ઉત્સવોમાં પણ રાજસ્થાની ઝલક જોવા મળે છે.
કચ્છના આ સ્થળે ગાયો સાથે અનોખા સ્વરૂપે ઉજવાય છે ઉતરાયણ, જાણો ખાસ ઇતિહાસ
અહીં ગુજરાતનું અભિન્ન અંગ હોવા છતા પણ દિવાળીની વધારે હોળીના તહેવારનું મહત્વ વધારે રહ્યું છે. જેમાં સમગ્ર વિશ્વમાં જ્યાં ગુજરાત મકરસંક્રાંતિએ પતંગ દોરીના દાવપેચ માટે જાણીતું છે ત્યાં વિજયનગર તેના સ્થાપના કાળથી અનોખી ઉતરાયણ ઉજવતું આવ્યું છે. રજવાડા સમયે હોળી ચોક નજીકનાં વાઘલિયા વડલા પાસે મહારાવ પૃથ્વિસિંહના સમયથી રાજદરબારીઓની હાજરીમાં ઉતરાયણ કાઢવાની એટલે કે દોટ રમવાની પ્રથા આજે કુંભારવાસમાં યોજનામાં આવે છે.
અમદાવાદ-કિશનગઢ ફ્લાઇટ રદ્દ, 40 પેસેન્જર્સને આખો દિવસ સુધી રઝળાવાયા
જ્યાં સાતોડિયાની જેમ વચ્ચે બે પથ્થરો પર લાકડાનું આડીયું મુકી તેનાથી સમાંતર ટક્કર પાટી બનાવી સુતરના દોરા વડે બે હરીફ વચ્ચે રમત રાય છે. જેમાં છેલ્લે વિજેતા ટીમ દોટને નદી ભણી દોરી જાય છે જેના આધારે આવનારા વર્ષનો વરતારો પણ થાય છે. અહીં શ્રદ્ધાળુઓ દ્વારા બાધા આખડીઓ રખાય છે કે, મારા દીકરાની વહુને દીકરો દીકરી જન્મશે કે ભેંસને પાડી, ગાયને વાછરડી કે બકરીને લવારી જન્મે તો શ્રીફળ રમતુ મુકે છે. રજવાડા સમયે રાજદરબાર તરફથી આ રમના ખેલૈયાઓ અને પ્રેક્ષકોને ખજુર અને ગોળનો પ્રસાદ પણ અપાય છે. આ યુવાનોને સ્વખર્ચે પણ જાળવી રાખી છે. આજે ઉતરાયણે આ પ્રાચીન લોક પરંપરા વિજયનગરના યુવાનો કોરોના ગાઇડલાઇન અનુસાર નિભાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube