થરાદ: પીલુડા ગામની યુવતીના મોબાઇલમાં ફોટા પાડી ગામના જ એક યુવક દ્વારા બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતા યુવતીએ યુવક સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે દુષ્કર્મ આચરનાર યુવકને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. થરાદના પીલૂડાં ગામમાં ખેતરમાં ભાગીયા તરીકે પરિવાર સાથે રહેતી યુવતી પોતાના ઘરે થી 15 દિવસ પહેલા બપોરના સમયે  લોટ દળાવવા ખેતરથી દૂર ગામમાં દળવાની ઘંટી ઉપર જવા નીકળી હતી. ત્યારે તેને  રસ્તામાં તરસ લાગતાં વજીર સવાભાઈના ઘરે પાણી પીવા માટે ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોપતિનું અપહરણ થયું 50 લાખની ખંડણી ચુકવાઇ ફરિયાદ ન થઇ પછી અચાનક એક દિવસ...


આ દરમિયાન ગામનો જ યુવક રમેશ જયરામ સોલંકી તેણી પાસે આવીને યુવતી સાથેનો ફોટો પોતાના મોબાઇલમાં પાડી દીધો હતો. ત્યાર બાદ ફરીથી 17 ફેબ્રુરુઆરીના રોજ બપોરના સુમારે યુવતી ફરિથી દળવાની ઘંટી ઉપર દરણું મુકી પરત ઘરે જતી હતી. તે દરમિયાન રમેશ સોલંકીએ યુવતીને રસ્તામાં ઉભી રાખીને કહ્યું હતું કે મારા અને તારા ફોટા મારા મોબાઈલમાં છે. હું જેમ કહુ તેમ કર નહિતર મારા અને તારા ફોટા હું દરેકને મોકલી દઇશ તેમ કહીને યુવતીને ડરાવીને ગામના સ્મશાનમાં લઇ ગયો હતો. યુવતીની  મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચારી ફરાર થઈ ગયો હતો.


નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી


સ્મશાનમાં યુવતી સાથે દુષ્કમ આચાર્ય બાદ જયરામ સોલંકી યુવતીને ધમકી આપી ફરાર થઈ ગયો હતો. યુવતીએ ઘરે આવીને દુષ્કર્મની ઘટના વિશે પોતાના પરિવારને જાણ કરતાં યુવતીના પરિવારજનોએ યુવતીને સાથે લઈ થરાદ પોલીસ મથકે પહોંચી. યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી થરાદ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ફરાર યુવકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube