ચેતન પટેલ, સુરત: વડાપ્રધાન આવાસ યોજના અંજર્ગત સૌને પોતાનું ઘરનું ઘર મળી રહે તેવા આશય સાથે આવાસો બનાવવામાં આવી રહ્યાં છે. જેના પગલે સુરત મનપા દ્વારા ઘણા આવાસો બનાવવામાં આવ્યા છે અને હવે તેવા જ વધુ 3951 આવાસોને ડ્રો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય પ્રકલ્પોના ખાત મુર્હુત પણ કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચાર કરે એમાં કંઈ ખોટુ નથી: જીતુ વાઘાણી


શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલિકાના રૂપિયા 1078 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રદાન આવાસ યોજના અંતર્ગત રૂા. 282 કરોડના ખર્ચે સાકાર થઇ રહેલા ઇડબલ્યુએસ-2ના કુલ 3951 આવાસોનું કોમ્પ્યૂટરાઇઝડ ડ્રો કરી ફાળવણી કરવામાં આવશે. મુખ્ય લોકાર્પણમાં મોટા વરાછા મહારાજા ફાર્મહાઉસ નજીક તરણકુંડ, નાના વરાછામાં વેજીટેબલ માર્કેટ, વેસુમાં લેક ગાર્ડન, જહાંગીરાબાદમાં ઓવરહેડ ટાંકીઓ સાથે લિંબાયતમાં નાગરિક સુવિધા કેન્દ્રોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો:- રાજ્યમાં એલર્ટને પગલે વડોદરા રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ


અઠવાલાઇન્સ સ્થિત પંડિત દીનદાયાળ ઉપાધ્યાય ઇન્દોર સ્ટેડિયમ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ GDP ગ્રોથ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, નાણાં મત્રી પગલાં લઇ રહ્યાં છે. બેંકોને મર્જર કરવાની કામગીરી કરાઇ રહી છે. તથા વિશ્વમાં મંદીનો દોર ચાલી રહ્યો છે. ધીરે ધીરે જીડીપી ગ્રોથ વધશે તેવી આશા રાખવામાં આવી રહી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...