પત્નીના ચરિત્ર ઉપર શંકા રાખીને પતિએ અડધીરાત્રે કરી નાખ્યું આવું કૃત્ય, જાણીને તમે ધિક્કારશો!
લગ્ન બાદ થોડા સમય પ્રેમથી સાથે રહ્યા પણ બાદમાં પ્રેમમાં દરાર ઊભી થતાં પ્રેમના સંબંધો લોહિયાળ બની ગયા. હત્યારા પતિનું નામ છે રવિ ઉર્ફે વિજય ઝંડા વાળા. આરોપી પતિ મૂળ રાધનપુર થરાદનો રહેવાસી છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં બે દિવસ પહેલાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પત્નીની હત્યા બાદ ફરાર પતિને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. કોણ છે આ હત્યારો પતિ અને શા માટે કરી પત્નીની હત્યા?
PM મોદી ફરી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રમાં કરશે રોડ શો, જાણો શું હશે સંભવિત કાર્યક્રમ?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, લગ્ન બાદ થોડા સમય પ્રેમથી સાથે રહ્યા પણ બાદમાં પ્રેમમાં દરાર ઊભી થતાં પ્રેમના સંબંધો લોહિયાળ બની ગયા. હત્યારા પતિનું નામ છે રવિ ઉર્ફે વિજય ઝંડા વાળા. આરોપી પતિ મૂળ રાધનપુર થરાદનો રહેવાસી છે અને અમદાવાદમાં છૂટક મજૂરીનું કામ કરે છે. છેલ્લા એક અઠવાડિયાથી સરદારનગર પાસે આવેલ ધાબાવાળી ચાલીમાં બંને પતિ પત્ની ભાડે રહેવા માટે આવ્યા હતા અને આ ભાડે રહેવા પાછળનું કારણ બીજું કંઈ નહીં પરંતુ પત્ની પર આડા સંબંધની શંકા હતી. જેને કારણે સાસરીમાં પણ ઘરકંકાસ થતી હતી.
અમદાવાદમાં મેઘરાજા વિફર્યા! ધૂળની ડમરીઓ બાદ કડાકા ભડાકા સાથે વરસાદની ધબધબાટી
થોડા સમય પહેલા બંને પતિ પત્ની અલગ રહેવા આવ્યા હતા. પરંતુ પત્ની પર આડા સંબંધની શંકા રાખીને બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. જેના કારણે બે દિવસ અગાઉ પતિએ મોડી રાત્રે પથારીમાં ઉંઘી રહેલી પત્ની નીતાબેનના માથાના ભાગે બોથડ પદાર્થ મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો. હત્યારો પતિ પત્નીની હત્યા કરી પોતાના વતન થરાદ ખાતે નાસી ગયો હતો. જે બાદ તે ગઈકાલે ફરીથી અમદાવાદ આવ્યો હતો અને રાતના સમયે કુબેરનગર નહેરુનગરમાં ખુલ્લા મેદાનોમાં સંતાયો હતો. જેની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.
અકસ્માતમાં પગ ગુમાવ્યો, પછી 4 વખત આપઘાતનો પ્રયાસ, પરંતુ કૃદરતને મંજૂર નહોતું અને આજે
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ત્રણ મહિના અગાઉ મૃતક પત્નીના પિતાને પણ માથાના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. જે ગુનામાં પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો. આ ઉપરાંત આરોપી રવિ ઉર્ફે વિજય અગાઉ પણ નરોડા અને ક્રુષ્ણનગર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ત્યારે હાલતો ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.