Love Jihad: સુરતમાં લવ જેહાદની ઘટના, વિધર્મી યુવકે નામ બદલીને યુવતીને ફસાવી, લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
Love Jihad Case in Surat: સુરતમાં બિહારના એક વિધર્મી યુવકે નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી છે. આ યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં ફરી લવ જેહાદની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં લવ જેહાદની ઘટના બની છે. અહીં નામ બદલીને વિધર્મી યુવકે એક યુવતીને ફસાવી હતી. ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. 15 દિવસ બાદ યુવતીને સમગ્ર અસલિયત જાણવા મળી હતી. આ યુવક સુરતમાં દુકાન ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં લવ જેહાદની ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના પુણા વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. જ્યાં ઓઝેર આલમ નામના વ્યક્તિએ પોતાનું નામ બદલીને અર્જુન સિંહ જણાવ્યું હતું. તેણે પોતાનું નામ બદલીને એક યુવતીને ફસાવી હતી. ત્યારબાદ આ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. યુવક દ્વારા યુવતીને સાપુતારા પણ લઈ જવામાં આવી હતી. પરંતુ 15 દિવસ બાદ યુવકનો ભાંડો ભૂટી ગયો અને યુવતીને સમગ્ર વાતની જાણ થઈ હતી.
યુવક બિહારનો હોવાનું આવ્યું સામે
આ ઘટનાની જાણ છતાં હિન્દૂ સંગઠનના લોકો પણ પહોંચ્યા હતા. હવે આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ યુવક મૂળ બિહારના ચંપારણ જિલ્લાનો છે. તે સુરતમાં કપડાની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતને ઝટકો : 1.5 લાખ કરોડના સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનું ભવિષ્ય અદ્ધરતાલ
શું બોલી યુવતી
આ અંગે ભોગ બનેલી યુવતીએ કહ્યું કે, આ યુવકે મને અર્જુન સિંહ નામ જણાવી મારી સાથે સંપર્ક કર્યો હતો. યુવતીએ કહ્યું કે હું તેની સાથે આઠ મહિનાથી સંપર્કમાં છું અને તે મને દરેક સમયે અર્જુન સિંહ નામ જણાવતો હતો. યુવતીએ કહ્યું કે અમે લગભગ 15 દિવસ પહેલા સાપુતારા ગયા હતા. યુવતીએ કહ્યું કે તેણે નામ બદલીને મારી સાથે છેતરપિંડી કરી હતી.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
હવે આ મામલામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાની જાણ છતાં હિન્દૂ સંગઠનના લોકો પણ યુવકની દુકાને પહોંચ્યા હતા. હવે આ લવ જેહાદનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસ આ મુદ્દે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube