પ્રેમલ ત્રિવેદી/પાટણ: ગુરુ અને શિષ્યના સબંધોને તાર તાર કરતી ઘટના પાટણના દુનાવાડા ગામે બનવા પામી છે. જ્યાં દુનાવાડા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શાળાના લંપટ શિક્ષક પ્રવીણ પટેલ દ્વારા શારીરિક અડપલાં કરતા ખળભળાટ મચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી દસકો ખુબ ખરાબ! અંબાલાલ પટેલે 2027 સુધીની આગાહી કરીને લોકોને મૂક્યા ચિંતામાં!


શાળામાં અભ્યાસ કરતી ભોગ બનનાર વિદ્યાર્થીનીઓએ જ્યારે સમગ્ર ઘટના બાબતે પોતાના વાલીને કરતા આચાર્યની કાળી કરતૂતનો કાંડ ખુલતા રોષે ભરાયેલ વાલીઓ શાળા ખાતે પહોંચ્યા હતા અને લંપટ આચાર્યને સબકના પાઠ ભણાવી હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે પોસ્કો તેમજ એટ્રોસીટી એકટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


દુશ્મન દેશોના 'ખાટા' થશે દાંત! વડોદરામા બની રહ્યું છે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતો


બીજી તરફ આ પ્રકારની ઘટનાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે તે પ્રકારની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું તો સાથે જ સમગ્ર પંથકના લોકો દ્વારા લંપટ શિક્ષક વિરૂદ્ધ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. 


RTEમાં ખોટા દસ્તાવેજના આધારે એડમિશન લેવું વાલીને ભારે પડશે, DEOએ શરૂ કરી કાર્યવાહી


પોલીસે ભોગ બેનનાર પાંચ વિદ્યાર્થીનીઓ ના નિવેદનો તેમજ તેમના વાલીઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. બીજી તરફ લંપટ આચાર્યને પોલીસે રાઉન્ડ અપ કરી પૂછ પરછ નો દોર શરૂ કર્યો છે. વાલીઓને આ બાબતની જાણ થતા તેઓએ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. આરોપી આચાર્યને કડક સજા થાય તેવી ગ્રામજનોએ માંગ કરી હતી. 


ગ્રુપ બુકિંગ કરો તો ST બસ સોસાયટીથી ગામડે સુધી લઈ જશે! સુરતથી 2200 એકસ્ટ્રા બસ ઉપડશે


નરેન્દ્ર ચાવડાને આ મામલે જણાવ્યું હતું કે આ ઘટના સામે આવતા તાલુકા પ્રાથમિક અધિકારી અને સી.આર.સી કો-ઓર્ડીનેટર ને ઘટનાની તપાસ સોપી છે. તપાસ અહેવાલ આવ્યા બાદ તુરંત કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં દોષિત સામે આવશે તો તાત્કાલિક સસ્પેન્ડ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.