રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના કલાસ ટુ ઇન્કમ ટેક્સ ઓફિસરને ખેડૂત પાસેથી રૂપિયા 30,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ઘટના ઈન્કમ ટેક્સ ઓફિસમાં ચર્ચાને ચકડોળે ચઢી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો


ફરિયાદી ખેડૂતને એસેસમેન્ટ વર્ષ 2017-18માં સ્કુટીનીની નોટિસ કાઢી હતી, જે નોટિસનો નિકાલ કરાવવા તથા કોઇપણ જાતની પેનલ્ટી નહીં લગાડવાના અવેજ પેટે ઈન્કમ ટેક્સ ઓફિસર એન.પી.સોલંકી એ ફરીયાદી પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી ખેડૂતએ સમગ્ર મામલે એ.સી.બી.માં ફરીયાદ કરતા તે આધારે આજે એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી પાસે રૂપિયા ૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી પોતાના ટેબલના ખાનામાં મુકવા કહ્યું હતું. આ સમયે એન.પી. સોલંકી એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. હાલ એસીબીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ


તપાસ બાદ રિમાન્ડ દરમિયાન એસીબી દ્વારા આરોપી ઇન્કમ ટેક્સ ઓફિસર એન.પી.સોલંકીના ઘર, ઓફિસ તેમજ બેન્ક એકાઉન્ટ સહિત જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવશે. જે બાદ બેનામી સંપત્તિ ઝડપાશે તો તે દિશા તરફ પણ એસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખૂબ લાંબા સમય બાદ રાજકોટ ઈન્કમટેક્સ ઓફિસ પર એસીબીની રેડ થતા આઇટી વિભાગમાં પણ ચર્ચાનો વિષય જરૂર બની ગયો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :