નવી દિલ્હી: ગુજરાત (Gujarat) ના એક હીરા વેપારીને ત્યાં ઇનકમ ટેક્સ વિભાગ (IT Department) એ દરોડા પાડ્યા છે. આ મોટા વેપારી (Diamond Merchant) ના 23 સ્થળો પર એક સાથે દરોડા (Raid) પાડવામાં આવ્યા જેમાં 500 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીનો ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને તમિલનાડુ સુધી જોડાયા તાર
આરોપી હીરા વેપારી (Diamond Merchant) ની ઓફિસમાં મળેલા દસ્તાવેજો અનુસાર આરોપી ટાઈલ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીનો માલિક પણ છે. આ વચ્ચે આવકવેરા અધિકારીઓએ કહ્યું છે કે, ઇન્ટેલિજેન્સથી મળેલી જાણકારીના આધાર પર 22 સપ્ટેમ્બરના પાડવામાં આવેલા દરોડામાં 518 કરોડ રૂપિયા મૂળના હીરાના અઘોષિત વેપારનો પર્દાફાશ થયો છે.


આ દરમિયાન આઇટી વિભાગે આરોપીના ગુજરાત સ્થિત, સુરત, નવસારી, મોરબી અને વાંકાનેર તેમજ મહારાષ્ટ્ર (Maharashtra) માં મુંબઇ અને ચેન્નાઈ સહિત 23 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા.


આઇટીના રડાર પર હતો વેપારી
તમને જણાવી દઇએ કે, આ આરોપી પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે IT અધિકારીઓએ દાવો કર્યો છે કે હીરાના અઘોષિત વેપારથી સંબંધિત દસ્તાવેજો અને બાકી ડેટાને ગુપ્ત જગ્યાઓ પર સંતાળીને રાખવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોની દેખરેખની જવાબદારી કેટાલક 'વિશ્વસનીય કર્મચારીઓ'ને આપવામાં આવી હતી.


11 કરોડના હીરા મળ્યા
આરોપી વેપારીએ અનેક રીતે સરકારી ખજાનાને ચૂનો લગાવ્યો છે. તેણે અઘોષિત રકમનું પ્રોપર્ટી અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું છે. દરોડા દરમિયાન IT વિભાગે લગભગ 2 કરોડની તૈયાર અઘોષિત જ્વેલરી અને મોટા પ્રમાણમાં કેશ પણ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન 8900 કેરેટના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત 10.98 કરોડ રૂપિયા છે.


હોંગકોંગ કનેક્શન
આરોપી બિઝનેસમેન ગેરકાયદેસર રીતે કાચ્ચા હીરાની ખરીદ-વેચાણમાં સામેલ હતો. આ બ્લેકમનીના ખેલનું એક કનેક્શન હોંગકોંગથી જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. આ યુનિટ દ્વારા ગત બે વર્ષમાં 1040 કરોડનો વેપાર થયો છે.


વિભાગીય કાર્યવાહી ચાલુ
તમને જમાવી દઇએ કે આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, દરોડા દરમિયાન મળેલા એક-એક દસ્તાવેજોને સ્કેન કરી ચોકસાઇથી તપાસ કરવામાં આવી રહી છે. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube