ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વાર ખેડુતોને મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અકસ્માતે મૃત્યુ થતા ખેડુતોને 1 લાખ રૂપિયાની જગ્યાએ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે અકસ્માતે ગંભીર ઇજા અથવા કોઇ અંગ ગુમાવે તો તેમને 50 હજારની જગ્યાએ 1 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુત ખાતેદારના પરિવારમાં કોઇપણ સભ્યનું અકસ્માતે મૃત્ય થાય તો 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા ગાંધીનગરમાં આજે પ્રેસકોન્ફરન્સનું આયોજીત કરાવમાં આવી હતી. આ પત્રકાર પરિસદમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે જ્યારે અમારી તાત્કાલીક ધોરણે અમારી સરકાર આવી હતી ત્યારે અમે ગુજરાત સરકાર તરફથી કોઇ પણ ખેડૂત ખાતેદારનું અકસ્માતે મૃત્યુ થાય તો અકસ્માત વિમા યોજના અંર્તગત 50 હજારની સહાય અને જો કોઇ ખાતેદાર ખેડુતને ગંભીર ઇજા થયા અથવા તો અગત્યનું અંગ ગુમાવવાનો વારો આવે તો તે ખેડુતને ગુજરાત સરદાર દ્વારા 25 હજાર સહાય આપવામાં આવતી હતી. ત્યારબાદ અમે આ સહાયમાં વધારો કર્યો હતો અને અકસ્માતે મૃત્યુ થાય ત્યારે 50 હજારને બદલે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી અને જો કોઇ ખાતેદાર ખેડુતને ગંભીર ઇજા થાય તો 50 હજારની સહાયનું ધરોણ વધારવામાં આવ્યું હતું. 


જ્યારે આજે ગાંધીનગરમાં કરવામાં આવેલી પત્રકાર પરિસદમાં ખેડુતની આપવામાં આવતી સહાય અંગે ગુજરાત સરકાર દ્વાર લેવામાં આવેલો મહત્વનો નિર્ણય જણાવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વાર ખેડુતોને આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અકસ્માતે મૃત્યુ થતા ખેડુતોને 1 લાખ રૂપિયાની જગ્યાએ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અને જો અકસ્માતે ગંભીર ઇજા અથવા કોઇ અંગ ગુમાવે તો તેમને 50 હજારની જગ્યાએ 1 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુત ખાતેદારના પરિવારમાં કોઇપણ સભ્યનું અકસ્માતે મૃત્ય થાય તો 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.