રક્ષિત પંડ્યા/રાજકોટઃ  રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજ્ય સરકારે આપેલ જિલ્લા ફેરની છૂટ બાદ છેલ્લા 10 દિવસમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં જસદણ અને ધોરાજી તાલુકામાં કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં સામે આવેલ તમામ 12 પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને મુંબઇ હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારના સરપંચને  સૂચના આપવામાં આવી છે જેમાં ગામમાં કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસ તાવ કે કોરોના લક્ષણ જણાઇ તો આરોગ્ય વિભાગને જાણ કરવી. સાથે જ હોમ ક્વોરોટાઈન લોકો નિયમ ભંગ કરશે તો તેની સામે કરવામાં આવશે પોલીસ કાર્યવાહી.


ગૌ હત્યા અટકાવવા મુદ્દે બબાલ બાદ ગોંડલ સ્વંયભૂ બંધ, શહેરમાં સન્નાટો છવાયો 


રાજકોટ ગ્રામ્યમાં અત્યાર સુધી કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા
અત્યાર સુધી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સુરતથી આશરે 7500, અમદાવાદથી 2500, વડોદરાથી 150 અને મુંબઇથી 10 લોકો પરત ફર્યા છે. રાજકોટ જિલ્લામાં 18 કેસ પૈકી 13 કેસ એક્ટિવ છે જ્યારે 4 ડિસચાર્જ થયા અને જેતપુરના 1 દર્દીનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન  મોત થયું છે. 


છેલ્લા 10 દિવસમાં સામે આવેલ કોરોના પોઝિટિવ કેસ
15 મેના રોજ ઉપલેટાના એક દર્દી રિપોર્ટ પોઝિટિવ
19 મેના રોજ સરધારના એક દર્દી રિપોર્ટ પોઝિટિવ
20મેના રોજ જેતપુરના એક દર્દી રિપોર્ટ પોઝિટિવ
22મેના રોજ જસદણ, આટકોટ અને ધોરાજીના એક-એક દર્દી રિપોર્ટ પોઝિટિવ
24મેના રોજ આટકોટના બે અને ધોરાજીના બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ
25મેના રોજ જંગવડના દર્દી રિપોર્ટ પોઝિટિવ
26મેના રોજ જામકંડોરણાના રાયડી ગામે દર્દી રિપોર્ટ પોઝિટિવ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV