ચેતન પટેલ/સુરત: વરાછા વિસ્તારમાં માસૂમ પર શ્વાન દ્વારા હુમલો કરાયા બાદ લોકો પોતાના બાળકોને રેઢા મુકતા ગભરાઈ રહ્યા છે. સુરત સિવિલ-સ્મીમેરમાં ગત 4 મહિનામાં ડેન્ગ્યુ, મલેરિયા કરતા કૂતરાં કરડવાના કેસ 4 ગણા જોવા મળ્યા છે. કુતરાના આતંકથી પરેશાન ઘણા લોકો અસલામતી અનુભવી રહ્યા છે. લોકોની ફરીયાદ હતી કે બાળકો બહાર નીકળતા ડરી રહ્યા છે. મોડી રાત્રે નોકરી પરથી ઘરે પરત થતા બાઈકસવારો સતત ભય સેવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની સ્મિમેર-સિવિલ હોસ્પિટલમાં 4 મહિનામાં કૂતરા કરડવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 4 મહિનામાં 6239 જેટલા અધધ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા કરતાં ડોગ બાઈટના 4 ગણા વધારે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. 


  • સુરત સિવિલ-સ્મીમેરમાં ગત 4 મહિનામાં ડેન્ગ્યુ, મલેરિયા કરતા કૂતરાં કરડવાના કેસ 4 ગણા

  • સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 370, મેલેરિયાના 324 અને ડોગ બાઈટના 1141 કેસ આવ્યા

  • ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 333, મેલેરિયાના 361 અને ડોગ બાઈટના 1383 કેસ આવ્યા

  • નવેમ્બરમાં ડેન્ગ્યુના 288, મેંલેરિયાના 332 અને ડોગ બાઈટના 1723 કેસ આવ્યા

  • ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 234, મેલેરિયાના 275 અને ડોગ બાઈટના 1992 કેસ આવ્યા


સુરત મનપાના ચોપડે શું છે આંકડા?


  • ગત વર્ષે સપ્ટેમ્બર થી નવેમ્બર માં મેલરીયાના 170 કેસ નોંધાયા

  • 135 ડેન્ગ્યુ કેસ નોંધાયા છે

  • ડિસેમ્બર માં 30 મેલેરિયા

  • ડિસેમ્બર માં 17 ડેન્ગ્યુ ના કેસ નોંધાયા છે


મહત્વનું છે કે, જોકે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જે આંકડા નોંધાયા છે તેના કરતાં વિપરીત પાલિકાના ચોપડે જોવા મળ્યા છે.