આશ્કા જાની/અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસમાં હવે ફ્રુટ ખાવુ એ મોંઘુ બનશે કેમ કે, વરસાદના કારણે બજારમાં ફ્રુટની આવક ઘટી ગઇ છે અને બીજીતરફ ઉપવાસના કારણે માગ વધી છે. જે રીતે ફ્રુટના ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે શ્રાવણ માસના ઉપવાસ કરવા મોઘા પડશે. અને શાકભાજી બાદ હવે ફ્રુટના ભાવ વધતાં ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં ફ્રુટના ભાવ વધી જાય છે. આ વખતે શ્રાવણ માસમાં સફરજનના કિલોના 200-240ના ભાવ બોલાઇ રહ્યો છે. કેળા જે 30-35 ડઝનના ભાવે વેચાતાં હતાં તેનો ભાવ 40-45ના ભાવે વેચાઇ રહ્યાં છે. આલુબુખારાનો ભાવ 190એ પહોંચ્યો છે. ચિકુના કિલોના 100 રૂપિયા, રાસબરી ૨૦૦માં વેચાઇ રહી છે. 


AMCએ શિક્ષકો પર બાજ નજર રાખવા બનાવ્યું અનોખુ ‘માયફેર કાર્ડ’, જાણો ખાસિયતો


નાસપતિના કિલોના 160 અને લીલી ખારેકનો કિલોનો 100 ભાવ છે. આ ભાવ વધારાનું કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. દરેક ફ્રુટ પર અદાજે 20 થી 50 રૂપિયાનો ભાવ વધારો જોવા મળે છે. જેના કારણ લોકોનું માનવું છે કે, શ્રાવણ મહિના પહેલા જ ફ્રુટનો ભાવ વધી ગયો છે જેના કારણે આ વખતે ઉપવાસમાં ફ્રુટ ખાવું મોઘું પડશે.


ચોમાસાનું આગમન થતા નર્મદાનો ઐતિહાસિક ‘ટકારા ધોધ’ થયો સક્રિય


જે રીતે ફ્રુટના ભાવ વધી રહ્યા છે તેને લઈ વેપારીનું કહેવું છે કે, ચોમાસામાં ભારે વરસાદને લીધે ફ્રુટની આવકમાં ગાબડુ પડયું છે. આવકની સામે ડિમાન્ડ વધી છે પરિણામે ભાવ વધ્યાં છે. ફ્રુટના ભાવમાં ૧૫-૨૦ ટકા સુધીનો વધારો થયો છે. આસમાને ભાવ પહોંચતા મધ્યમ વર્ગના મેનુ માંથી જાણે ફ્રુટ તો ગાયબ થઇ ચૂક્યું છે. 


ભાવ જ એટલો વધ્યો છે કે, લોકોને ફ્રુટ ખાવુ પોષાય તેમ નથી. વેપારીઓ ખુદ કબૂલી રહ્યાં છે કે, ભાવને લીધે ગ્રાહકો પર અસર થઇ છે. શ્રાવણ માસ પહેલાથી જ ફ્રુટના ભાવમાં જે વધરો જોવા મળી રહ્યો છે તે જોતા તો લાગી રહ્યું છે કે, આ વર્ષે લોકોને શ્રાવણ માસના ઉપવાસ કરવા મોઘા પડે તો નવાઈની વાત નથી. 


 જુઓ LIVE TV :