ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, 13 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં ઠંડુંગાર
શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાનમાં 15.9 ડિગ્રી નોધાયું હતું. મોડી રાત્રે ઠંડા પવનો ફૂકાતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ: ધીમીગતીએ શિયાળાની ઠંડીનો ચમકારો વધવા લાગ્યો છે. છેલ્લા બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાનમાં 15.9 ડિગ્રી નોધાયું હતું. મોડી રાત્રે ઠંડા પવનો ફૂકાતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનો વારો આવ્યો હતો. જો, કે હવે ઠંડીમાં દિવસેને દિવસે વધારો જોવા મળતા હવે રાત્રી સિવાય દિવસે પણ લોકો ગરમ કપડા પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે, કે ઠંડીની શરૂઆત ડિસેમ્બર પહેલા જ થઇ જતી હોય છે. અને ડિસેમ્બરમાં થીજવી દે તેવી ઠંડી પડતી હોય છે. ત્યારે શુક્રવારે નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોધાયું હતું. શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાનમાં 15.9 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 14.4 ડિગ્રી, ગાંધીનગરનું 15 ડિગ્રી, સુરેન્દ્રનગર 18 ડિગ્રી, અમેરલીમા 06.8 ડિગ્રી, કંડલા પોર્ટનું 15.5 ડિગ્રી, કંડલા એરપોર્ટનું 14.2 ડિગ્રી તેમજ નલિયાનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોધાયું હતું.
વધુમાં વાંચો...નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ: પત્નીની બીમારી બની અન્યોને સેવા કરવાનું કારણ
ઉલ્લેખનીય છે, કે રાજ્યમાં ઠંડી વધવાનું કારણ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને માનવામાં આવી રહ્યું છે. ડિસેમ્બરની શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.