રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિદ્યુત સહાયકોના પગારમાં કર્યો વધારો
અનેક વખત રજૂઆત અને પ્રદર્શન કર્યા બાદ અંતે વિદ્યુત સહાયકોની માંગ સંતોષાય છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે વીજક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કર્યો છે. વિવિધ વર્ગોમાં ફરજ બજાવતા અંદાજે 7000થી વધુ વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂ. 2500થી 10,450 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે, રાજ્યમાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિદ્યુતકર્મિઓ રાજ્ય સરકાર વિરુદ્ધ મેદાને પડ્યા હતા. કર્મચારી મંડળ દ્વારા સતત પગાર વધારાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોને મળશે લાભ
હાલ રાજ્યમાં ચાર કેડરોમાં વિદ્યુત સહાયકો ફરજો બજાવે છે. જેમાં ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ, હેલ્પર, જુનિયર આસિસ્ટન્ટ, પ્લાન્ટ એટેડન્ટ(ગ્રેડ-૧), જુનિયર એન્જિનિયર કેડરના 7000 જેટલા કર્મચારીઓને આ લાભ મળશે.