જયેશ દોશી, નર્મદા: રાજ્યભરમાં આકરા ગરમીના દિવસોમાં ગુજરાતના અનેક શહેર અને ગામમાં પાણીની અછતની સ્થિતિ સર્જાય તેવા હાલ છે. ત્યારે નર્મદામાં પાણીની આવક થતા રાજ્ય સરકારને મોટા રાહત મળી છે. હાલમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ટર્બાઇન ચાલુ હોવાથી નર્મદામાં પાણીની આવક થઇ રહી છે. જેને લઇને સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા પાણીની આવક થતા જ ડેમની સપાટી 119.21 મીટર સુધી પહોંચી ગઇ છે. જેને લઇને રાજ્ય માટે સારા સમાચરા પણ છે અને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવું જાણવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મકાન ન વેંચાતા પત્ની-પુત્ર પર છરી વડે હુમલો, પતિએ કર્યો આપઘાત


સરદાર સરોવરમાં ગત વર્ષ કરતા આ વર્ષે પાણીનો જથ્થો 14.76 મીટર વધુ છે. 24 કલાકમાં જળ સપાટી 4થી 5 સેન્ટિમીટર વધી રહી છે. પાણીની આવક થતા આજે (25 એપ્રિલ 2019) સરદાર સરોવર ડેમની 119.21 મીટર પહોંચી ગઇ છે અને 8405 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ગત વર્ષે (25મી એપ્રિલ 2019) ડેમની સપાટી 104.45 મીટર હતી અને પાણીની આવક 631 ક્યુસેક જ હતી. 


વધુમાં વાંચો: ગુજરાતમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા


ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 19 ફેબ્રુઆરી 2018ના રોજ સરદાર સરોવર ડેમની સપાટી 110.64 મીટર થતા લઇવ સ્ટોરેજનો જથ્થો પૂર્ણ થયો હતો. ત્યારે હાલ નર્મદા ડેમમાં પાણીનું લાઇવ સ્ટોરેજ 1105.16 મિલિયન ક્યુબીક મીટર છે. અને મુખ્ય કેનાલોમાં 3885 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...