સુરત : દિવાળી આવતાની સાથે જ તસ્કરો બેફામ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. સુરત શહેરમા પોલીસ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરોએ અડાજણ વિસ્તારના એક ફલેટમાં રહેતા પરિવાર પર સ્પ્રે છાટી બેભાન કરી દીધુ હતુ અને બાદમા 30 તોલા સોનાના દાગીના તથા રોકડની લૂંટ કરી ત્યાથી ભાગી છુટયા હતા. બનાવની જાણ થતા જ અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થશે, પ્રદેશ પ્રમુખથી માંડી અનેક નવા ચહેરાઓ ઉમેરાશે


સુરતના અડાજણ  વિસ્તારમા આવેલી સરર્પણ સોસાયટીના દક્ષ એપાર્ટમેન્ટમા મેહુલ ઇશ્વરભાઇ રહે છે. જેઓ નોકરી કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. ગત મોડી રાતે અજાણ્યા લુંટારુઓએ તેમના ઘરને નિશાન બનાવ્યુ હતુ. મેહુલભાઇ તેમના પરિવારજનો સાથે સુતા હતા. દરમિયાન અજાણ્યા લુટારુઓ દ્વારા ઘરની પાછળની બારી મારફતે અંદર ઘુસ્યા હતા. 


લીલાદુષ્કાળથી મહીસાગરનાં ખેડૂતોની કફોડી સ્થિતી, બહેરૂ તંત્ર સાંભળવા તૈયાર નહી


સ્લોથ રીંછ, ગોલ્ડન શિયાળ સહિત વિશ્વનાં અલભ્ય પ્રાણીઓ બનશે સક્કરબાગની શાન


જ્યા તેઓએ સૌ પ્રથમ પરિવારજન પર સ્પ્રે છાંટી તેમને બેભાન કરી દીધા હતા. બાદમાં ઘરના કબાટમાથી 30 તોલા સોનાના દાગીના તથા રોકડ રુ 50 હજારની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. આ બનાવની જાણ અડાજણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ અડાજણ પોલીસે એપાર્ટમેન્ટ તથા આસપાસના વિસ્તારમા લાગેલા સીસીટીવી કેમેરા ની તપાસ હાથ ધરી છે. હવે જોવાનુ એ રહ્યુ કે પોલીસ આરોપી સુધી કયારે પહોંચે છે.