Anand News બુરહાન પઠાણ/આણંદ : દેશની આઝાદી કાજે વિર સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજો સામે આઝાદીનો સંગ્રામ લડીને દેશને આઝાદી અપાવી છે, ત્યારે આજની પેઢી તેમજ આવનારી પેઢીઓ આઝાદનાં સંગ્રામથી વાકેફ થાય તે માટે આણંદ જિલ્લાનાં ભાદરણ ગામનાં ગ્રામજનો દ્વારા આજથી 81 વર્ષ પૂર્વે આઝાદીની ચળવળમાં ગામનાં મકાનોની ભીંત પર લખાયેલા ભીંત સુત્રો આજે પણ સાચવી રાખ્યા છે,અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદીનાં સંગ્રામમાં ભાદરણનાં વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનો પણ અનેરૂ યોગદાન રહ્યું છે, વર્ષ 1942માં મહાત્મા ગાંધી સહીતનાં નેતાઓ દ્વારા અંગ્રેજોને ભારત છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે ભાદરણનાં વિર સ્વાતંત્ર્ય સેનાનીઓએ પણ ગામની દિવાલો પર ગો બેક, ક્વીટ ઈન્ડિયા સહીત દેશની આઝાદી માટે જુસ્સો જગાવતા સુત્રો લખ્યા હતા.


ગુજરાતને કાશ્મીરની જેમ સળગાવવાના આતંકવાદીઓના ખતરનાક મનસૂબા હતા


ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરાવવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ શું યાતનાઓ વેઠી છે, અને બલિદાનો આપ્યા છે તેનાંથી કદાચ આજની યુવા પેઢી વિસ્તૃત જાણતી નથી. ત્યારે આજની યુવા પેઢી અને આવનારી પેઢીઓ આઝાદીનાં સંગ્રામને યાદ રાખે તે માટે ગ્રામજનો દ્વારા ગામની દિવાલો પર 81 વર્ષ પૂર્વે લખાયેલા ભીંત સુત્રોને આજે પણ જીવની જેમ જતન કરે છે. 


ભાદરણ ગામનાં કેટલાક મકાનો પર સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ગો બેક કવાઈટ ઈન્ડીયા, કરેંગે યા મરેંગે, તેમજ ગાંધીજીએ આપેલા સૂત્રો વર્ષ 1941માં ભારત છોડો ચળવળ વખતે કાળા રંગથી લખવામાં આવ્યા હતા. આ ભીંત સુત્રો વાંચી આજની યુવા પેઢી તેમજ આવનારી પેઢીઓ આઝાદીનાં સંગ્રામમાં ભાદરણ ગામનાં યોગદાનને જાણી શકે તે માટે આ ભીંત સુત્રોને કાચની ફ્રેમમાં મઢી લેવામાં આવ્યા છે.


ગાંધીનગરમાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં 3 જવાનોને ચક્કર આવ્યા, ચાલુ પરેડમાં ઢળી પડ્યા


જે મકાનોની દિવાલો પર સ્વાતંત્ર્ય વિરોએ ભીંત સુત્રો લખ્યા હતા, તે મકાનોનાં માલિકો દ્વારા પણ આ ભીંતસુત્રોને આઝાદીનાં સંગ્રામનાં સંભારણા કાયમ રહે તે માટે મકાનોનું રિનોવેશન કરવામાં આવતું નથી. તેમજ આ દિવાલો જળવાઈ રહે તે માટે પ્રયાસો કરે છે, પોતાના મકાનની દિવાલો પર આઝાદીનાં સંગ્રામમાં લખાયેલા સુત્રોને નિહાળીને આજની પેઢી ગૌરવ અનુભવી રહી છે.


સ્વતંત્રતા દિને 76 કિમી દોડ લગાવનાર અમદાવાદી મેનનો સંદેશ, જિમ વગર પણ સ્વસ્થ રહી શકાય


આઝાદીકાળના સૌથી અનોખા સ્મારકોનું લિસ્ટ કરવાનું થાય તો તેમાં આણંદ જિલ્લાનાં ભાદરણની આ દીવાલોને સ્થાન આપવું પડે. જ્યાં 81 વર્ષ પહેલાં હિન્દ છોડો ચળવળ વખતે દીવાલ પર લખાયેલા સૂત્રો આજે પણ સચવાયેલા છે. ઓગસ્ટ ૧૯૪૨માં ‘ભારત છોડો આંદોલન’ શરૂ થયું હતું. એ વખતે ‘ક્વિટ ઈન્ડિયા, કરેંગે યા મરેંગે, અંગ્રેજો પાછા જાઓ.. જેવા સૂત્રો ભાદરણના તરવરિયા લડવૈયાઓએ દીવાલો પર લખ્યા હતા. આજે 81 વર્ષ બાદ પણ ભાદરણનાં મકાનોની દીવાલો પરથી એ સુત્રો ભુંસાયા નથી. આઝાદીના સૂત્રોનો પ્રચાર કરવાની કામગીરી દરમિયાન કાળા કલરથી લખાયેલા સૂત્રો દીવાલ સાથે એકરૃપ થઈ ગયા છે. માટે વર્ષો પછી આજેય અડીખમ છે


ભાદરણ ગામનાં રતિલાલ પટેલે માત્ર 24 વર્ષની ઉમંરે મા ભોમની આઝાદી માટે બલિદાન આપ્યું હતું, અંગ્રેજ સરકાર દ્વારા અડાસ નજીક સ્વાતંત્ર્ય સેનાનીઓ પર કરેલા ગોળીબારમાં તેઓનું મોત નિપજયું હતું.


કિંગ ઓફ સાળંગપુરમાં દેશભક્તિ છલકાઈ, દેશ પ્રેમનાં રંગે રંગાયુ દાદાનું સાળંગપુર ધામ