Vav Assembly By Election 2024 અલકેશ રાવ/બનાસકાંઠા : વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પર ભારે પડતા જોવા મળી રહ્યાં છે. વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે મામેરાની રાજનીતિ જોવા મળી રહી છે. વાવના બાલુન્દ્રી ગામે પોતાના સાસરે પહોંચેલા અપક્ષ ઉમેદવાર માવજીભાઈએ સાસરિયાઓ પાસે મામેરા રૂપી મત માંગ્યા હતા. તેમણે કહ્યું કે, તમે અગાઉ એક વાર સામાજિક મારૂ મામેરું તો જોરદાર ભર્યું હતું કોઈ કમી નતી રાખી, પણ હવે વધુ એક વાર મામેરું ભરવાનું આવ્યું છે કોઈ કમી ન રાખતા. હું આ વખતે મારી માટે નહીં પ્રજા માટે મામેરું માંગુ છું. 14 વર્ષનો વનવાસ તો રામે પણ ભોગવ્યો હતો, મેં તો 30 વર્ષનો વનવાસ ભોગવ્યો છે. હવે મારી ઉંમર પણ થઈ ગઈ છે સામેવાળા બંને તો મોટિયડા છે, એને પછી કોક વખત આવે તો સાચવી લેજો પણ આ વખતે તો મારૂ મામેરું ભરજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જમ્યો છે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે વચ્ચે ભાજપ અને કોંગ્રેસએ પોતાના પ્રદેશના નેતાઓને મેદાને ઉતારી દીધા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગામે ગામ સભાંઓ ગજવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ખાટલા બેઠકો કરી રહ્યા છે. આ વચ્ચે આ વાવ પેટાચૂંટણીના ત્રીપખિયા જંગમાં અપક્ષમાંથી મેદાને ઉતરેલા માવજી પટેલ હવે રોડ શો થકી મતદારો વચ્ચે પહોંચી રહ્યા છે. 


સડસડાટ થશે સૌરાષ્ટ્રનો વિકાસ, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટ


બટેંગે તો કટેંગે, પણ મારો સમાજ મારી સાથે... વાવની ચૂંટણીમાં કોણે આપ્યું આવું નિવેદન