ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આજે પુર્ણ થયો હતો. આજ સાંજ સુધીમાં 135 ફોર્મ ભરાયા હતા. જેમાં 16 ઓક્ટોબરે એક જ દિવસમાં 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 16 ઓખ્ટોબર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સહિત અને અપક્ષ અને નાના નાના પક્ષોના ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અચાનક બિલાડીના ટોપની જેમ અપક્ષો ફુટી નિક્લયા હતા. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ હવે પ્રચાર પ્રસારની કામગીરી ચાલુ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્યુરીફાયર વાપરતા લોકો જરૂર વાંચે આ ન્યૂઝ, સસ્તાની લાલચમાં છેતરાતા નહી

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 16 ઓક્ટોબરે કુલ 71 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. હવે જોવાનું એ છે કે ફોર્મ ચકાસણી બાદ કેટલાક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે છે, કારણ કે અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો બંન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારોના મત વિસ્તારમાં મત તોડશે. 17 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી હાથ ધરાશે તેમજ 19 ઓક્ટોબરે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પણ પુરજોશમાં બેઠકો કરી રહી છે.


વડોદરાના કરજણમાં 7 વર્ષની બાળકી પર ચોકલેટની લાલચે દુષ્કર્મથી ચકચાર

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનાં છેલ્લા દિવસે 16 ઓક્ટોબરે કુલ 71 ફોર્મ ભરાયા, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. ફોર્મ ચકાસણી બાદ કેટલાક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે છે. પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો અબડાસામાં 9, લીંબડીમાં 17, મોરબીમાં 9, ધારીમાં 4, ગઢડામાં 5, કરજણમાં 7, ડાંગમાં 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube