india canada row બુરહાન પઠાણ/આણંદ : ભારતના કડક વલણ બાદ કેનેડાની ટ્રૂડો સરકાર નરમ પડી છે. ખાલિસ્તાની આતંકી પન્નુની ભારતીયોને દેશ છોડવાની ધમકી મુદ્દે કેનેડાના પબ્લિક સેફ્ટી વિભાગે ટ્વીટ કરતા લખ્યુ કે, આક્રમકતા, નફરત, ધાક-ધમકી અને ભય ઉભો કરનારાને  કેનેડામાં કોઈ સ્થાન નથી. ત્યારે ભારત-કેનેડાના સંબંધો વણસતાં ગુજરાતના અનેક પરિવારો ચિંતામાં મૂકાયા છે, કારણ કે તેમના સંતાનો કેનેડામાં છે. ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે તેને લઈને કેનેડામાં ભણતા સંતાનોની સુરક્ષાને લઈને ગુજરાતમાં રહેતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ જિલ્લામાંથી એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે અનેક યુવાનો વર્કપરમીટ પર જોબ કરી રહ્યા છે. ત્યારે ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવને લઈને વાલીઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને વાલીઓ દરરોજ કેનેડા વિડિઓ કોલ કરી પોતાના સંતાનોની સાથે વાત કરી ત્યાંની માહિતી મેળવી રહ્યાં છે.


નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ, જયનારાયણ વ્યાસે ઉઠાવ્યા સવાલ


જોકે, કેનેડામાં અભ્યાસ કે જોબ કરતા યુવાનો હાલમાં કેનેડામાં કોઈ ચિંતાનો માહોલ નહીં હોવાનું જણાવી રહ્યા છે, જેને લઈને વાલીઓની ચિંતા પણ થોડી હળવી થઈ રહી છે. જો કે વાલીઓ દ્વારા તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે અને જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કેનેડામાં એક પણ ભારતીયનો વાળ વાંકો નહિ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.


દુનિયાના સૌથી મોંઘા ગણપતિ બાપ્પા આ સુરતી ઉદ્યોગપતિ પાસે છે, 600 કરોડ છે કિંમત