સુબોધ વ્યાસ: જો તમારી પાસે સ્માર્ટફોન અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો તો તમે સૌથી વધુ તેને વાપરવામાં વેડફો છે. બાળકથી માંડીને વૃદ્ધ લોકો સ્માર્ટફોનમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે. પરંતુ ગુજરાતની એક સરકારી સ્કૂલે ગૂગલ અને આઇ એલ એન્ડ એફ એસ સાથે મળીને વિદ્યાર્થી માટે સ્માર્ટ ક્લાસ રૂમ બનાવ્યો. ભારતનો આ પ્રથમ સ્માર્ટ ક્લાસરૂમ કઇ રીતે કામ કરે છે અને વિદ્યાર્થીઓને કેટલો થશે તે સમજીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની સરકારી સ્કૂલમાં ડ્રોપ આઉટ રેશિયાને ઓછો કરવા માટે સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત ઘણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં ગુજરાતની સરકારી સ્કૂલમાં ગૂગલ ક્લાસ રૂમ બનેલો જોઇને બાળકોમાં એક ચમક જોવા મળી. 


એસી રૂમમાં ઉપકરણ સીધું ગૂગલ સાથે જોડાયેલું એક ડીવાસ હોય છે જે કોઇપણ દિવાલ પર પોતાનું પ્રોજેક્શન કરે છે. એક ખાસ પ્રકારની પેન દ્વારા શિક્ષક દીવાલ પર ભણાવવાનું શરૂ કરી શકે છે. જે બાળકોને આપેલા લેપટોપ સાથે જોડાઇ જાય છે. લેપટોપમાં ફક્ત ગૂગલ ક્રોમબુક જ છે. ગુજરાત રાજ્યના અભ્યાસના સિલેબસને તેના માધ્યમ દ્વારા ભણાવવામાં આવશે જેથી આગામી દિવસોમાં બાળકોને અભ્યાસમાં રૂચિ વધે. 


ગૂગલ ક્લાસરૂમના ટ્યૂટર ધરમ જોશીએ જણાવ્યું હતું કે ગૂગલ ક્લાસ રૂમ હમણાં જ શરૂ થયો છે. બાળકોને બ્લેક બોર્ડથી સીધી સ્માર્ટવોલ પર અભ્યાસ કરવાનો છે જેમાં શિક્ષકોને થોડી સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્લાસ ટીચર વિશાલ પટેલે જણાવ્યું હતું કે બેસિક વસ્તુઓ શિખવાડ્યા બાદ બાળકો ક્લાસ રૂમના સમય કરતાં વધુ સમય પસાર કરે છે. અને બાળકો શિક્ષકોને પ્રશ્ન કરતા હતા કે હવે સીધું ગૂગલ ક્રોમ બૂકને પૂછીને ભૂલ સુધારી લે છે. 


ગૂગલ ક્લાસ રૂમના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ગૂગલ અને આઇ એફ તેને અમદાવાદની ચાંદલોડીયા સ્કૂલ જે સરકારી સ્કૂલ છે તેમાં સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવાની બધી સુવિધા મળવાના કારણે સ્કૂલને વધુ પસંદ કરવામાં આવે છે. સ્કૂલના આચાર્યનું માનવું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાંથી ડ્રોપઆઉટ રેશિયો ઘણો ઘટી શકે છે.


સ્કૂલના પ્રિસિંપાલ રાકેશ પટેલે જણાવ્યું હતું કે મોબાઇલ યુગમાં બાળકોને અભ્યાસ માટ આ પ્રકારના ક્લાસ રૂમ બનશે તો બાળકોની અભ્યાસ પ્રત્યે રૂચિ વધે છે. અભ્યાસની સાથે સાથે બીજા વિષયોની પણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અને ભારત ડિજીટલ ભારતના સપનાને સાકાર કરી શકશે.