પાકિસ્તાની જવાન મધદરિયે સામે આવી જતા ભારતીય જવાનોએ જે કર્યું તે બહાદુરી પર વારી વારી જાઉ
આ વીડિયોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યુ નથી. વીડિયો મંગળવારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાહવાહી લૂંટી રહ્યો છે
ઝી મીડિયા/બ્યૂરો :હાલ ભારતીય જવાનોની બહાદુરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યુ છે કે, દરિયામાં ભારત પાકિસ્તાનની બોટ સામસામે છે. જેમાં પાકિસ્તાનના જવાનોએ ભારતીય જવાનો સામે બંદૂકો તાણી છે, તો સામે ભારતીય જવાનો જય શ્રી રામના નારા લગાવી રહ્યાં છે. આ વીડિયોથી ભારતીય જવાનોની બહાદુરીના વખાણ થઈ રહ્યાં છે. આ વીડિયો કચ્છની સરક્રીક દરિયાઈ સીમાનો હોવાનું કહેવાય છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાય છે કે, બે બોટની સ્પર્ધા લાગી હોય તેમ તે સમુદ્રમા દોડી રહી છે. બંને બોટ પર જવાનો ઉભા છે. એક બોટમાં પાકિસ્તાનની સેનાના જવાન છે, તો બીજી બોટમાં ભારતના જવાન છે. બંનેએ સામસામે બંદૂકો તાણેલી છે. તો વીડિયોમાં બેકગ્રાઉન્ડમા જય શ્રી રામના નારા સંભળાઈ રહ્યાં છે.
આ વીડિયોનો કોઈ પુરાવો નથી, પણ તે કચ્છના સરક્રીકના દરિયાઈ વિસ્તારનુ હોવાનુ વાયરલ મેસેજમાં ચર્ચાઈ રહ્યુ છે. સરક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હોવાનુ કહેવાય છે. જોકે, આ વીડિયોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યુ નથી. વીડિયો મંગળવારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાહવાહી લૂંટી રહ્યો છે.
વીડિયોમા ચર્ચાઈ રહ્યુ છે કે, પાકિસ્તાની સુરક્ષા એજન્સીની બોટ અને ભારતીય જવાનોની બીટ પેટ્રોલિંગ દરમિયાન સામસામે આવી ગઈ હતી. જેના બાદ પાકિસ્તાની જવાનોએ બંદૂકો તાણી હતી. પરંતુ આપણા જવાનોએ બોટમાં જ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.